રાજેશ વસાવે :- દાહોદ
ટોપીહોલ દાહોદ ખાતે દાહોદ જિલ્લા આદિવાસી પટેલીયા સમાજના ગામનાં પ્રતિનિધિ અને આગેવાનો ની બેઠક યોજાઈ
દાહોદ તા. ૪
આજે તારીખ 4 ફેબ્રુઆરી 2024 ના દાહોદ પ્રસંગ પાર્ટી પ્લોટ ગોવિંદ નગર ખાતે આદિવાસી પટેલીયા સમાજની દરેક ગામ ના મુખ્ય પ્રતિનિધિ અને આગેવાન ની મહત્વની બેઠક આયોજિત થઈ.
જેમાં દાહોદ જિલ્લામાં આવતા તમામ ગામના મુખ્ય આગેવાનો ની ઉપસ્થિતિ રહી હતી અને આ બેઠકમાં આદિવાસી પટેલિયા સમાજ ના આવનારા કાર્યક્રમો અને સમાજની એકતા અને સંગઠન મજબૂત કરવા માટે સમાજના વડીલ અને સિનિયર આગેવાનો દ્વારા મંતવ્ય અને માર્ગદર્શન મૂકવામાં આવ્યું.
ઉપસ્થિત તમામ સભ્યોને પણ લેખિતમાં પોતાના મંતવ્ય રજૂ કરવાનો અવસર આપ્યો. આવનારા સમયમાં આદિવાસી પટેલિયા સમાજનું સંગઠન રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કેવી રીતે મજબૂત થાય અને અલગ અલગ કાયમો માં સંગઠન ની રચના કેવી રીતે મજબૂત થાય તે માટે પણ સૂચન , મંતવ્ય અને આયોજન કરવામાં આવ્યું. ખાસ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પણ રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમ ના આયોજન માટે પ્રતિનિધિ ની ખાસ ઉપસ્થિતિ રહી હતી.