
રાહુલ ગારી :- ગરબાડા
આ તો ખોટું કેહવાય…
તાલુકા પંચાયત પ્રમુખે તાલુકાની જેસાવાડા ,નંઢેલાવ, વડવા અને અભલોડ ગ્રામ પંચાયતની ઓચિંતી મુલાકાત લીધી
અભલોડ તેમજ વડવા નંઢેલાવ તેમજ જેસાવાડા માં તલાટી હાજર જોવા ના મળતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી..
ગરબાડા તા. ૩૦
પ્રાપ્ત માહિતી અનુસાર આજે તારીખ 30 જાન્યુઆરીના રોજ ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર દ્વારા ગરબાડા તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની ઓચિંતી મુલાકાત કરી હતી જેમાં ગરબાડા તાલુકાની જેસાવાડા વડવા નંઢેલાવ તેમજ અભલોડ સહિતની તમામ પંચાયતો બંધ જોવા મળી હતી બાબતે તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા અભલોડ તલાટીને નોટિસ ફટકારી હતી ઉલ્લેખ નથી કે છેવાડા માનવીને સરકારશ્રીની યોજનાઓના લાભ મળી રહે તે માટે સરકાર દ્વારા અધિકારીઓ તેમજ કર્મચારીઓને જરૂરી સૂચનો કરવામાં આવતા હોય છે પરંતુ આ કર્મચારી ક્યાંક ને ક્યાંક સરકારશ્રીની યોજનાઓ લાભાર્થે સુધી પહોંચવાડવામાં કાચા પડી રહ્યા છે તેમ જોવા મળી રહ્યું છે ઉલ્લેખનિય છે કે આ તમામ ગ્રામ પંચાયતો ઉપર તલાટીઓ ના જોવા મળતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા નોટિસ ફટકારીને શું પગલાં લેવામાં આવે છે તે તો સમય જ બતાવશે…