
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ખાખરીયા બચકરીયા પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી
સુખસર,તા.૨૭
પ્રજાસત્તાક દિવસ એટલે ૨૬ જાન્યુઆરી સ્વતંત્રતા દિવસ ફતેપુરા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો.તેવી જ રીતે ફતેપુરા તાલુકાના ખાખરીયા બચકરીયા પ્રાથમિક શાળામાં ૨૬ જાન્યુઆરીના રોજ ૭૫ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકો દ્વારા દેશભક્તિના ગીતો અને નારાઓ સાથે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી.ત્યારબાદ શાળાના પટાંગણમાં ગામની વધુ ભણેલી દિકરી હંસાબેન ડામોરના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ ભાભોર દ્વારા પધારેલ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળા ખાતે બાળકોએ નાટક,ગરબા તેમજ દેશભક્તિના ગીતો જેવા કાર્યક્રમ કરી ઉજવણી કરવામાં આવી હતી.ગામના કાર્યકરો અને વાલીઓ દ્વારા શાળાના બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.