
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના વજેલાવ ગામ ખાતે તાલુકા કક્ષાના 75 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ..
ગરબાડા તા. ૨૬
ગરબાડા તાલુકાના વજેલાવ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે 75 માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મામલતદાર અને એક્ઝિટિવ મેજિસ્ટ્રેટ જી.કે શાહના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક તેમજ દેશભક્તિના ગીતો ઉપર પોતાની કૃતિ રજૂ કરી હતી જેમાં ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા સાંસ્કૃતિક તેમજ દેશભક્તિ ગીતો ઉપર કૃતિ રજૂ કરનાર બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામો પણ વિતરણ કર્યા હતા
આ કાર્યક્રમમાં ગરબાડા તાલુકાના 12 કલસ્ટરના 12 પ્રતિભાશાળી શિક્ષકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મામલતદાર જી.કે શાહ તાલુકા વિકાસ અધિકારી રાઠવા સાહેબ ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર તાલુકા સભ્ય ગામના સરપંચ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગઢરિયા સાહેબ પશુ સિકિત્સક અધિકારી ડોક્ટર ઉત્સવ બારીયા જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ એન.એમ રામી સી.આર.સી તેમજ બી.આર.સી ડોક્ટર પ્રિયકાન્ત ગુપ્તા સહિત મામલતદાર અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.