સિંગવડમાં અયોધ્યામાં ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષી ધામધૂમથી શોભાયાત્રા યોજાઈ   

Editor Dahod Live
2 Min Read

સિંગવડમાં અયોધ્યામાં ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષી ધામધૂમથી શોભાયાત્રા યોજાઈ   

સિંગવડ તા. ૨૨

સિંગવડ ગામ તથા આજુબાજુના ગામડાના ભક્તો દ્વારા ભગવાન શ્રીરામની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય તેને ઉજવણીના ભાગરૂપે સવારે 10:00 કલાકે આર્ટસ કોલેજ સિંગવડ ખાતે ભક્તો ભેગા થયા હતા  આ શોભા યાત્રામાં બજરંગ દળ શ્રી રામ સેવા સમિતિ આર.એસ.એસ વિશ્વ હિન્દુ પરિષદ તથા પૂર્વ પ્રમુખ સી .કે. કિશોરી સિંગવડ ગામના નાગરિકો આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સિંગવડ ની આર્ટસ કોલેજ થી ડીજે ના તાલે શોભાયાત્રા ચાલુ કરવામાં આવી હતી તે ચુંદડી રોડ થઈને સંજેલી રોડ થઈ નીચવાસ બજાર થઈ રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે શોભાયાત્રા પહોંચી હતી જ્યારે શોભાયાત્રામાં ભક્તો દ્વારા ખૂબ ધામધૂમથી ડી.જે.ના તાલે ખૂબ ભક્તિ ગીતો પર નાચ્યા હતા જ્યારે આ શોભા યાત્રાનો ઠેર ઠેર ફટાકડા ફોડી અને ફૂલ થી સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે નીચવાસ બજારમાં વોરા સમાજના અગ્રણી  ખોજેમભાઈ  દુધિયાવાલા દ્વારા પણ ભગવાન શ્રીરામ નુ સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે ચુંદડી રોડ પર બાપુના એગ્રો ના નામથી પ્રખ્યાત તેમના ઘર પર ફૂલોતી જય શ્રી રામનું ચિત્ર બનાવવામાં આવ્યું હતું જ્યારે રત્નેશ્વર મહાદેવ એ શોભાયાત્રા પહોંચ્યા પછી મોટા સ્ક્રીન પર અયોધ્યા થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલા ભગવાન શ્રીરામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નો કાર્યક્રમ સ્ક્રીન પર નિહાળવામાં આવ્યું હતું ત્યાર પછી ભગવાન શ્રીરામની મહા આરતી ઉતારવામાં આવી હતી અને ત્યાર પછી  ભંડારો ચાલુ કરવામાં આવ્યો હતો જ્યારે આ શોભાયાત્રામાં લીમખેડા ડીવાયએસપી તથા રણધીપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ રાઠવા તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Share This Article