
રાહુલ ગારી :- ગરબાડા
સ્વચ્છતા અભિયાન: જિલ્લા પંચાયત સભ્ય સહિત વિવિધ આગેવાનો દ્વારા રામનાથ મહાદેવ મંદિરોમાં સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
ગરબાડા તા. ૧૯
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમા આગામી 22મી જાન્યુઆરી રોજ અયોધ્યામા ભગવાન શ્રીરામના નવિન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના તમામ તીર્થ સ્થળો અને મંદિરોમાં પાર્ટીના કાર્યકર્તાઓ, ધારાસભ્યો, મંત્રીઓ અને નાગરીકોને આ સ્વચ્છતા અભિયાનમા જોડાવવા અહ્વાહન કર્યુ હતુ,
જેના ભાગ રુપે ગરબાડા. જિલ્લા પંચાયત સભ્ય અર્જૂનભાઈ ગારી ગામના સરપંચ અશોકભાઈ રાઠોડ તાલુકા પંચાયત સભ્ય ના પ્રતિનિધિ મુકેશભાઈ ગારી પૂર્વ સરપંચ મહેન્દ્રભાઈ રાઠોડ ડેપ્યુટી સરપંચ મનુભાઈ મખોડિયા સહિત્ વિવિધ આગેવાનો સ્વછતા અભિયાનમા જોડાયા હતા, તમામ લોકો દ્વારા ગરબાડા માં રામનાથ મહાદેવ મંદિરની સાફ સફાઈ કરવાની શરૂઆત કરી હતી અને મદીર પરિસર માં ઝાડુ અને પોતુ મારી મંદિરની સાફ સફાઈ કરી આ સફાઈ અભિયાનમાં જોડાયા