રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં દાહોદ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો.
ગરબાડા તા. ૧૮
ગરબાડા પોલીસ મથકે દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા ની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ લોકદરબારમાં ગરબાડા તાલુકાના વિવિધ વિસ્તારના આગેવાનો ગામ લોકો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
ઘણા લાંબા સમય બાદ ગરબાડા પોલીસ મથકે લોકદરબાર યોજાયો હતો.લોક દરબાર કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા ગરબાડા તાલુકાના વિવિધ વિસ્તારમાંથી આવેલા આગેવાનો, હોદ્દેદારોના પ્રશ્નો તેમજ ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારની સમસ્યાઓ રૂબરૂ સાંભળી હતી જેમાં ગરબાડા ના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા ગરબાડા તાલુકામાં દારૂ ના દૂષણને ડામવા માટે તેમજ વિરોધ પક્ષના નેતા અને જિલ્લા સભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા હાલમાં નવીન બનેલા ગરબાડા દાહોદ અલીરાજપુર હાઇવે પર આઝાદ ચોક / બસ સ્ટેન્ડ વિસ્તારમાં ટ્રાફિક પોઇન્ટ કાયમી મૂકવા તેમજ ગરબાડાના જાગૃત નાગરિક રાજેશભાઈ મીનામા દ્વારા શાળામાંથી છૂટયા બાદ છોકરાઓ જે છોકરીઓને છેડતી કરે છે અને બેધડક વાહન હકારીને રોમિયોગીરી કરે છે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. નિમચ ગામના ભારતસિંહ અમલીયાર દ્વારા જે ગુજરાતમાંથી દર્શનાથીઓ મધ્યપ્રદેશમાં બાબા ડુંગર ખાતે દર્શન કરવા માટે જાય છે તેમની સાથે લૂંટફાટ ની ઘટના બને છે તેને ડામવા માટે દાહોદ જિલ્લા એસ.પી સમક્ષ રજૂઆત કરી હતી.. લોક દરબારમાં આવેલ સમગ્ર લોકોની રજૂઆતો સાંભળીને દાહોદ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા દ્વારા રોમિયોગીરી, લુટફાટની ઘટનાઓ, મધ્યપ્રદેશમાંથી દારૂ લાવતા અસામાજિક તત્વો ઉપર ડ્રોન દ્વારા કાર્યવાહી કરવા માટે ગરબાડા પોલીસને સૂચન કર્યું હતું. આદિવાસી સમાજમાં ચાલતા કુરિવાજો લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ તેમજ દહેજ પ્રથા બંધ થાય તે માટે ગામના આગેવાનોને ધ્યાન આપવા પણ માર્ગદર્શન આપ્યું હતું ઉલ્લેખનીય છે કે ગરબાડા પોલીસ દ્વારા થોડા સમય પહેલાં જે ટ્રાફિકની ડ્રાઇવ ચલાવવામાં આવી છે જેની નોંધ દાહોદ પોલીસ વડાએ લીધી હતી અને તેમની કામગીરીને બિરદાવી હતી આ લોક દરબાર કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર તાલુકાસભ્યો,જિલ્લાસભ્યો સરપંચો આગેવાનો તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.