
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાની નવા ફળિયા મોડલ સ્કૂલના બાળકો પ્રવાસથી પરત ફર્યા બાદ અચાનક બાળકોનો સ્વાસ્થ્ય બગડતા હોસ્પિટલ ખસેડાયા
શાળાના શિક્ષકો દ્વારા બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
ગરબાડા તા. ૮
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના નવા ફળિયા ખાતે આવેલ મોડલ સ્કૂલ ના બાળકોને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં ત્રણ થી ચાર દિવસનો પ્રવાસ કરાવવા લઈ જવામાં આવ્યા હતા જેમાં ૧૦૦ થી વધારે બાળકો પ્રવાસ કરવા માટે ગયા હતા જે પ્રવાસ પૂર્ણ થઈને પરત ફરતી વેળાએ એકાએક બાળકોની તબિયત લથડતા સ્કૂલના સ્ટાફ દ્વારા
સાતથી આઠ જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા જ્યાં મળતી વિગતો અનુસાર હાલ જે તમામ બાળકો છે તેઓ સ્વચ્છ છે અને હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે