Sunday, 08/09/2024
Dark Mode

વાવીયા મુવાડા અને એન્દ્રાના ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું

January 5, 2024
        246
વાવીયા મુવાડા અને એન્દ્રાના ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું

ઈલિયાશ શેખ :- સંતરામપુર 

વાવીયા મુવાડા અને એન્દ્રાના ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું

સંતરામપુર તા. ૫

  સંતરામપુર તાલુકામાં વાવીયા મુવાડા ખાતે સવારે અને બપોરે એન્દ્રા ગામે રથ ઇન્ચાર્જ ભરતભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી જૈમીનીબેન પટેલ સહીત મહાનુભાવોની ઉપસ્થિતિમાં બંને ગામના ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ઉષ્માભેર આવકાર આપી સરકારની યોજનાકીય ફિલ્મો નિહાળીને વિકસિત ભારતના નિર્માણની સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ તકે ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ૧૭ જેટલી ફ્લેગશીપ યોજનાઓની માહિતી આપતી ફિલ્મો નિદર્શન થકી યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો હતો.

     30 નવેમ્બરથી સતત વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સાથે જોડાયેલા ઇન્ચાર્જ ભરતભાઈ પટેલે સરકારની યોજનાઓની વિસ્તૃતમાં જાણકારી આપી મહીસાગર જિલ્લામાં થઈ રહેલી અસરકારક અમલવારીનો ચિતાર આપ્યો હતો. સરકારની વિવિધ યોજના અંગે માર્ગદર્શન પુરૂં પાડી જરૂરિયાતવાળા લાભાર્થીઓને ગામના નાગરિકોએ મદદરૂપ થઈ સરકારની યોજનાની ૧૦૦ ટકા સિદ્ધી હાંસલ કરવા તરફ કાર્ય કરવા સંકલ્પબદ્ધ થવા ઉપસ્થિત સૌ નાગરિકોને અપીલ કરી હતી.

      આ પ્રસંગે “મેરી કહાની, મેરી જુબાની” અંતર્ગત વિવિધ યોજનાના વ્યક્તિગત લાભાર્થીઓએ યોજનાકીય લાભોથી તેમના જીવનમાં આવેલા આમુલ પરિવર્તનની કહાની ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી બાકી રહી ગયેલા લોકોને યોજનાનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને મંજૂરી પત્રો તેમજ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધરતી કરે પુકાર થીમ આધારિત નુક્કડ નાટકની પ્રસ્તુતી બંને ગામની સખીમંડળની બહેનોએ કરી પ્રાકૃતિક ખેતી તરફ વળવા નાગરિકોને પ્રેરક સંદેશો આપ્યો હતો. આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પૌષ્ટિક આહર અંગેનું સ્ટોલ પ્રદર્શન યોજાયું હતું. સાથે આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા હેલ્થ કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો. 

      વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં સંગઠન મંત્રી અજમલભાઈ, તાલુકા પંચાયત સદસ્ય કાળુભાઈ, વાવીયા મુવાડા સરપંચ મનસુખભાઈ, હાડાની સરસણ સરપંચ ચંદનસિંહ, ગોથીબડા સરપંચ જેસીંગભાઇ, એન્દ્રા સરપંચ વિજયભાઈ પટેલ, બાવાના સાલીયા સરપંચ કમલેશભાઈ, રાણીજીની પાદેડી સરપંચ દીપકભાઈ, ભંડારા સરપંચ ભલાભાઈ સહીત અગ્રણીઓ, શિક્ષકો, અધિકારીઓ, સંબંધિત વિભાગના કર્મીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.        

                               

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!