
રાહુલ ગારી :- ગરબાડા
સાંસદ ખેલ સ્પર્ધા ગરબાડા તાલુકાના અભલોડ ખાતેથી સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ, કબ્બડી, શૂટિંગ બોલ, હોકી, કરાટે, ક્રિકેટ સહિતની રમતો રમાશે
ગરબાડા તા. ૩૦
ખેલ સંસ્કૃતિનો વિકાસ થાય અને ખેલદિલીને પ્રોત્સાહન મળે તેવા આશયથી પીએમ મોદીએ સાંસદોને પોત – પોતાના સંસદીય મતક્ષેત્રમાં સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવાનું આહવાન કર્યું છે ત્યારે દાહોદ જિલ્લાના ગરબાડામાં અભલોડ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
ગરબાડા તાલુકાના અભલોડ સરવઈ માળ ખાતે ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરે સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધામાં કબ્બડી, શૂટિંગ બોલ, તીરંદાજી, હોકી, રસ્સાખેંચ, કરાટે, ક્રિકેટ, તેમજ એથલેટિક્સ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસદ ખેલ સ્પર્ધામાં મોટી સંખ્યામાં ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેશે અને પોતાની પ્રતિભાને આગળ વધાવશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ગરબાડા ભાજપ પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ,ગામના સરપંચ,આગેવાનો,પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ખેલાડીઓ અને ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.