
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકા ભિલવાગામ ખાતે ડ્રોન આધારિત ખેતી માટે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું
કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રતિનિધિ અર્જુનભાઈ ઉપસ્થિત રહ્યા
ગરબાડા તા. ૨૮
ખેતીમાં દિવસેને દિવસે ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે, જેથી ખેડૂતોને પાક ઉત્પાદનમાં વધારો થઈ શકે. સાથે જ ખેડૂતોની આવક પણ વધારી શકાય છે. કૃષિ ક્ષેત્રમાં આધુનિક મશીનોનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે હવે કૃષિ ડ્રોનને પણ ખેડૂતો અપનાવી રહ્યા છે. ખેતીનો ખર્ચ ઘટાડવો અને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી ઊભી કરવાના ઉદ્દેશ્ય સાથે સરકાર ખેતીમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન ની સાથે માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે ત્યારે આજે ભીલવા ગામ ખાતે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પ્રતિનિધિ અર્જુનભાઈ ગણાવાની ઓફિસ સ્થિતિમાં ખેતીવાડી વિભાગ ગરબાડા દ્વારા ગામ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોને ડ્રોનની ખરીદી અને તેની સાથે તાલીમ માટે સબસિડી આપી રહી છે. ખાતર કંપની IFFCO કૃષિ ડ્રોન ખરીદી રહી છે અને તેને ગ્રામીણ વિસ્તારોમાં પસંદ કરેલા ખેડૂતોને આપી રહી છે. તેનો ઉપયોગ ખાતર અને દવાઓના છંટકાવ માટે કરવામાં આવે છે. ડ્રોન 20 એકર વિસ્તારમાં કરી શકે છે ખાતર છંટકાવ કૃષિ ડ્રોન એ ખેતીના આધુનિક સાધનોમાંનું એક છે. તેને સોફ્ટવેર દ્વારા નિયંત્રિત કરી શકાય છે. તેમાં GPS આધારિત નેવિગેશન સિસ્ટમ અને સેન્સર હોય છે તેમજ બેટરીની મદદથી કામ કરે છે. કેમેરા, જંતુનાશક છંટકાવ મશીન વગેરે જેવા અનેક પ્રકારના સાધનો પણ તેમાં હોય છે. ડ્રોન દરરોજ 20 એકર વિસ્તારમાં નેનો ખાતર, પાણીમાં દ્રાવ્ય ખાતર અને નેનો ડીએપીનો છંટકાવ કરી શકે છે.