
યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરામા 31 ડિસેમ્બરની ઉજવણી ને અનુલક્ષીને પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ હાથ ધરાયું સ્થાનિકો પણ ફુટ પેટ્રોલિંગમાં જોડાયા.
ફાટરપુરા તા. ૨૭
આજે તારીખ 27 ડિસેમ્બર 2023 ના રોજ સાંજ ના સમયે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે નગરની ગલીઓ વિસ્તારમાં ફતેપુરા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું.ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ જે બી તડવીની આગેવાની હેઠળ આ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયુ હતું.જેમાં ફતેપુરા પોલીસ મથકના પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.
ફતેપુરા નગરની ગલીઓ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું ત્યારે આ વેળાએ સ્થાનિકો પણ ફતેપુરા પોલીસ સાથે ફુટ પેટ્રોલિંગમાં જોડાયા હતા.આ વેળાએ ઉપસ્થિત સ્થાનિકોને ફતેપુરા પોલીસ મથકના પીએસઆઇ જે બી તડવીએ જણાવ્યું હતું કે તમારા વિસ્તારમાં ક્યાંય પણ શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો તાત્કાલિક ફતેપુરા પોલીસને જાણ કરવી.
આમ ફતેપુરા ખાતે નગરની ગલીઓ વિસ્તારમાં ફતેપુરા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું, આ ફૂટ પેટ્રોલિંગમાં સ્થાનિકો પણ સાથે જોડાયા હતા