પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને દેવગઢબારિયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો
વિકસિત ભારત યાત્રાના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને વિવિધ* *યોજનાકીય લાભોથી ઘર આંગણે જ લાભાન્વિત કરાઈ રહ્યા છે
પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ
મંત્રી શ્રી બચુભાઈ ખાબડના વરદહસ્તે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું
સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો લેવા ઉપસ્થિત તમામ લોકોને અનુરોધ કરતાં પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ* ખાબડ
બાળાઓએ પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સહિતના મહાનુભાવો અને વિકાસ યાત્રા રથનું સામૈયા અને કુમકુમ તિલક કરી સ્વાગત કર્યુ
દાહોદ તા. ૨૭
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથો ગામે ગામ ભ્રમણ કરી સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરી રહ્યા છે, જે અન્વયે આજરોજ દાહોદ જિલ્લાના દેવગઢબારિયા ખાતે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના વરદહસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે સંબોધન પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ એ જણાવ્યું હતું કે, વિકસિત ભારત યાત્રાના માધ્યમથી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો જનજન સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે. આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સહિતની સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘરઘર સુધી પહોંચાડવા માટે દાહોદ જિલ્લામાં વિકાસ યાત્રાના રથો ગામેગામ ભ્રમણ કરી રહ્યા છે. આ રથના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાકીય લાભોથી ઘર આંગણે જ લાભાન્વિત કરાઈ રહ્યા છે. ત્યારે આજરોજ દેવગઢબારિયામા પણ સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભો પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઘર આંગણે જ મળી રહે તેવા હેતુસર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ગેરન્ટીરૂપી રથ આવી પહોંચ્યો છે.
વધુમાં મંત્રી શ્રી ઉમેર્યું હતું કે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશેની જાણકારી આપતા તેમણે જણાવ્યું કે આયુષ્માન ભારત યોજના હેઠળ એકપણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના લાખોના ઓપરેશન વિનામૂલ્યે થઈ રહ્યા છે. પી.એમ.કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતોને દર વર્ષે ૬ હજારની સહાય આપવામાં આવે છે. વિદેશ અભ્યાસ માટે સરકારે રૂ. ૧૫ લાખની જોગવાઇ પણ કરી છે. અત્યાર સુધીમાં ૩૮ લાખથી વધુ લાભાર્થીઓને ઉજ્જવલા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે પ્રધાનમંત્રી અન્ન યોજના, આંગણવાડી વિભાગ દ્વારા આપવામાં આવતી THR કિટ, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓ દ્વારા મળતી સહાય વિશે વાત કરી ગ્રામજનોને સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં પંચાયત અને કૃષિ મંત્રી શ્રી સહિતના મહાનુભાવોના વરદહસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ‘મેરી કહાની, મેરી જુબાની’ હેઠળ લાભાર્થીઓએ પોતાને મળેલ યોજનાઓના લાભ વિશે પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા. ઉપસ્થિત તમામ લોકોએ વડાપ્રધાનશ્રીનો રેકોર્ડ કરેલો પ્રજાજોગ સંદેશો રસપૂર્વક સાંભળ્યો હતો. તેમજ ‘વિકસિત ભારત’ ફિલ્મનું નિદર્શન પણ નિહાળ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિતોએ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી. ઉલ્લેખનીય છે કે, વિકાસ યાત્રા રથ દેવગઢબારિયા ખાતે પહોંચતા બાળાઓએ મહાનુભાવો અને રથનું સામૈયા અને કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું.
દેવગઢ બારિયા મામલતદાર શ્રી સમીરભાઈ પટેલે શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુ શ્રી અરવિંદાબેન, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીઓ ,તાલુકા પંચાયતના સભ્ય શ્રીઓ , દેવગઢ બારિયા ચીફ ઓફિસર શ્રી, અગ્રણી શ્રી મહેશ બાલવાની,નગરપાલિકાના કાઉન્સિલર શ્રીઓ સહિત,તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં
૦૦૦૦