દેવગઢબારિયા પોલીસે ભથવાડા ટોલનાકા પરથી 21 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને દબોચ્યો..
દાહોદ તા.૨૬
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી પીપલોદ પોલીસે એક ટ્રકમાંથી રૂા.૨૧,૭૬,૪૮૮ના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રકની કિંમત મળી કુલ રૂા.૩૫,૭૮,૪૮૮ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
૩૧મી ડિસેમ્બર એટલે કે, થર્ટી ફસ્ટ નજીક આવતાંની સાથે દાહોદ જિલ્લામાં વિદેશી દારૂનું વેચાણ કરતાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂના જથ્થાનો સંગ્રહ કરવાની પેરવીઓમાં લાગી ગયાં છે. દાહોદ જિલ્લાને અડીને આવેલ સરહદી વિસ્તારો જેવા કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદો પર પોલીસ સઘન ચેકીંગ હાથ ધરી રહ્યું છે. ચેકપોસ્ટો પર પોલીસે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આવતાં જતાં તમામ નાના મોટા વાહોની પોલીસ ચેકીંગ કરી રહી છે ત્યારે દેવગઢ બારીઆની પીપલોદ પોલીસે ગતરોજ ભથવાડા ટોલનાકા પાસે મળેલ બાતમીના આધારે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરી રહી હતી તે સમયે ત્યાંથી મળેલ બાતમીના આધારે એક ટ્રક પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ટ્રક નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીના ચાલક ભગીરામ શંકરલાલ રાજપુત (રહે. હરિયાણા) ની અટકાયત કરી ટ્રકની તલાસી લેતાં પોલીસે ચોંકી ઉઠી હતી. ટ્રકમાં સંતરાની પેટીઓની આડમાં વિદેશી દારૂ ભરેલો હતો. ટ્રકમાંથી પોલીસે વિદેશી દારૂની પેટીઓ નંગ.૬૬૪ જેમાં બોટલો નંગ.૯૭૫૬ કિંમત રૂા.૨૧,૭૬,૪૮૮ના પ્રોહી જથ્થા સાથે ટ્રકના ચાલક પાસેથી મોબાઈલ ફોન તેમજ ટ્રકની કિંમત મળી પોલીસે કુલ રૂા.૩૫,૭૮,૪૮૮નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે પીપપોલદ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————————-