
રાહુલ ગારી :- ગરબાડા
દાહોદનું ખાણ ખનીજ વિભાગ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં.
ગરબાડા પોલીસે ટૂંકીવજુ ગામેથી ગેરકાયદેસર ખનન કરેલા સફેદ પથ્થર ભરેલી ટ્રક તેમજ જેસીબી ઝડપી પાડ્યું..
ગરબાડા પોલીસની ટીમે ટ્રક તેમજ જેસીબી મશીન ઝડપી પાડતા ખનન માફિયાઓમાં ફફડાટ .
ગરબાડા તા . 20
ગરબાડા તાલુકાના ગામડે ગામડે બે નંબર માં સફેદ પથ્થર કાઢી વેચવાનો ગોરખધંધો પાછલા ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે.અવારનવાર ખાણ ખનીજ વિભાગ દ્વારા આવા ખનન માફીયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.છતા આ ખનન માફીયાઓ પથ્થર કાઢવા નું ચાલુ રાખ્યું છે.આજે ગરબાડા તાલુકાના ટુંકી વજુ ગામે ગરબાડા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક જેસીબી મશીન તેમજ સફેદ પથ્થર ટ્રક માં ભરી આવી રહ્યા હતા ત્યારે ગરબાડા પોલીસની ટીમ દ્વારા સફેદ પથ્થર ભરેલી ટ્રક અને જેસીબી ને ઝડપી પાડી હતી સફેદ પથ્થર ભરેલી ટ્રક અને જેસીબી ને કાર્યવાહી માટે ગરબાડા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા અને વધુ કાર્યવાહી માટે ગરબાડા પોલીસે રિપોર્ટ કરી ખાણ ખનિજ વિભાગને મોકલી આપ્યો હતો. આવી સફેદ પથ્થર ની ચોરી આખા ગરબાડા તાલુકા માં થઈ રહી છે. આ સફેદ પથ્થરનો કાળો કારોબાર કરી સરકારી તિજોરી ને લાખો રૂપિયાનો ચુંનો ચોપડવામાં આવી રહ્યો છે ત્યારે ખાણખનીજ વિભાગ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તો ખનન માફીયાઓ પકડાશે. ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ આ ધંધો ફુલ્યો ફાલ્યો હોવાનું ચર્ચાનો વિષય બન્યો છે