
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા SBI નું ATM એક માસ થી બંધ રહેતા લોકોને હાલાકી.
તાલુકા મથકે એક માત્ર ATM 26000 ગ્રાહકો….
એ.ટી.એમ બંધ રહેતા ગ્રાહકોને બી.સી પોઇન્ટ અથવા અન્ય જગ્યા ઉપર કમિશન આપીને નાણાં ઉપાડવા મજબૂર…
ગરબાડા તા. ૧૮
ગરબાડા તાલુકા મથકે રાષ્ટ્રીયકૃત બેંકોના અભાવના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગરબાડા નગરમાં એકમાત્ર STATE BANK OF INDIA ની જ શાખા પર એટીએમ લગાવવામાં આવેલું છે આ એસ.બી.આઇ બેન્ક માં 26,000 જેટલા ગ્રાહકો છે જેમાંથી 50% ઉપરાંત એટીએમ નો ઉપયોગ કરે છે અને બીજા અનેક ગામોમાંથી તાલુકા મથક હોવાના લીધે લોકો ગરબાડા આવે છે જેમને પૈસાની જરૂર પડતા આ SBI ની શાખા પર પૈસા ઉપાડવા આવતા હોય છે. આ એસ.બી.આઇ બેન્ક ની બહાર લગાવેલું એ.ટી.એમ પાછલા એકાદ માસથી સતત બંધ રહેતા લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. બેંકના મેનેજરના જણાવ્યા અનુસાર એ.ટી.એમ રીપેરીંગ કરનાર એજન્સીને લેખિત અને મૌખિકઅમે જાણ કરી છે. પ્રશ્ન સત્વરે હલ કરવામાં આવશે . તેવું જણાવ્યું હતું. એ.ટી.એમ બંધ રહેતા લોકોને બી.સી પોઇન્ટ કે બીજી જગ્યાએથી નાણાં ઉપાડવા પડી રહ્યા છે અને કમિશન આપી નાણાં ઉપાડી રહ્યા છે.