રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા પોલીસે ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન છેલ્લા એક અઠવાડિયામા ૪૦ વાહનો ડિટેન કર્યા
ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ગરબાડા પોલીસે ૨૫ મોટરસાયકલ તેમજ ૧૫ છકડા ડીટેન કરી કાર્યવાહી. હાથ ધરી
ગરબાડા તા. ૧૭
ગરબાડા નગરમાં વધી જતી ટ્રાફિક તેમજ દબાણની સમસ્યા નિવારવા માટે ગરબાડા નગરમાં છેલ્લા એક અવાડિયાથી ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી રહી છે ગરબાડાનાં જુદા જુદા વિસ્તારોમાં ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે.એલ પટેલ તેમજ પોલીસ ટીમ દ્વાર દબાણ કરતાં ઇસમો તેમજ આડેધડ પાર્કિંગ કરતા અને નગરમાં ટ્રાફિક કરતા છકડાચાલકો સામે
ગરબાડા પોલીસે લાલ આંખ કરી હતી અને આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ગરબાડા નગરના જુદા જુદા વિસ્તારોમાંથી ટુ-વ્હીલર ૨૫ તેમજ ૧૫ રીક્ષા મળી કુલ ૪૦ કેસ કરી ડીટેન કર્યા હતા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ કરતા આડેધડ પાર્કિંગ કરતા ઇસમો તેમજ દબાણ કરતાં લોકોમાં ક્યાંક ને ક્યાંક ફફડાટ જોવા મળ્યો હતો