
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના નાંદવા ગામ ખાતે તાલુકા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને આવકાર.
કાર્યક્રમમાં રાધા ભારત ગેસ એજન્સી દ્વારા મેરી કહાની મેરી જુબાની અંતર્ગત ગામ લોકોને સરકારશ્રી ઉજ્વલા યોજના વિશે વિશે માહિતી આપી
ગરબાડા તા. ૧૭
ગરબાડા તાલુકાના નાંદવા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. જે સંકલ્પ રથ ગરબાડા ના નાંદવા ગામે આવી પહોંચ્યો હતો જેનો ગામ લોકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.જે કાર્યક્રમ માં વિવિધ સરકારી યોજના ના લાભો લોકોને ગામમાં જ મળી રહે તે માટે વિવિધ શાખાના સ્ટોલ મૂકવામાં આવ્યા હતા તેઓના દ્વારા ગામ લોકોને વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરાયા હતા અને તમામ ઉપસ્થિત લોકોને લાભ લેવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમ માં ગરબાડા,તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર, લલિતભાઈ બારીયા, રાધા ભારત ગેસ ઓનર , તાલુકા પંચાયત સભ્ય મામલતદાર કચેરીના કર્મચારીઓ તેમજ ગામ સરપંચ અને ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.