રાજેશ વસાવે :- દાહોદ
ઝારખંડમાં કોંગ્રેસ નેતાના ઘરેથી 300 કરોડ રૂપીયાનો કાળા નાળાનો મામલો..
દાહોદ ભાજપે પાલિકા ચોક ખાતે કોંગ્રેસને ખરી ખોટી સંભળાવી વિરોધ દર્શાવ્યો…
દાહોદ તા . 11
દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર છે અને છેલ્લા કેટલાય મહિનાઓથી કોંગ્રેસના સાંસદો અને ધારાસભ્યોના ઠેકાણાઓ ઉપર it અને ed ની રેડો પડી રહી છે જેમાં કેટલીય જગ્યાઓ ઉપરથી રોકડ અને બેનામી સંપત્તિ તેમજ બીન હિસાબી રેકર્ડ મળી આવ્યા છે ત્યારે ચૂંટણી સભાઓમાં મોદી અને અમિત શાહ દ્રારા ભાષણોમાં જણાવે છે કે 70 વર્ષોથી લૂંટેલું જનતાની પાઈ પાઈ કોંગ્રેસ પાસેથી વસુલ કરીશું અને કાળું નાનું દેશની સમક્ષ લાવીશું ત્યારે હવે ઈન્ક્મટેક્સ વિભાગે ઝારખંડ ઓડિસા અને પશ્ચિમ બંગાળ એમ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુ અને તેના સગા સંબંધીઓ અને તેના મિત્રોના 10 ઠેકાણાઓ પરથી ત્રણ દિવસના ઓપરેશન દરમિયાન 300 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે ઈન્ક્મટેક્સ વિભાગની ટીમો પણ રૂપીયા ગણવામાં ઓછી પડતી જોવા મળી છે જે રૂમ ખોલો એમાં રૂપીયા ભરેલા જોવા મળતા હતા ત્યારે કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતુંકે ધીરજ સાહુ એ બિઝનેસ મેન છે અને બિઝનેસ મેનને ત્યાં રૂપીયા જોવા મળે ત્યારે ભાજપે આ મામલે સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કટેરામાં ઉભા કરી સવાલો પૂછ્યા છે કે આ આટલા બધા રોકડા રૂપીયા આવ્યા ક્યાંથી 70 વર્ષોથી જનતાને લૂંટવાનું કામ કરતા હતા તેવા આક્ષેપોને કોંગ્રેસે નકારી અને જણાવ્યું કે ધીરજ સાહુ ઉદ્યોગપતિ છે અને ઉદ્યોગપતી પાસે રોકડ હોય અને તેને લઈને દાહોદ ભાજપે આજે પાલિકા ચોક ખાતે હાથમાં બેનરો લઈને કોંગ્રેસના સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને આડે હાથ લઈ વિરોધ દર્શાવી જણાવ્યું હતુંકે મહોબ્બ્તની દુકાન ખોલનારાઓને ત્યાંથી કાળું નાનું મળી આવી રહ્યું છે કોંગ્રેસ વર્ષોથી ભ્રસ્ટાચાર કરતી આવી છે અને રાહુલ ગાંધી હાય હાય સોનિયા ગાંધી હાયના ભાજપે નારાઓ મારી ભારે વિરોધ દર્શાવ્યો હતો અને ધીરજ સાહુના ત્રણ રાજ્યોના 10 ઠેકાણાઓ પરથી મળી આવેલા 300 કરોડ રૂપિયાના વિરોધમાં ભાજપના નેતાઓએ વિરોધ દર્શાવી કોંગ્રેસ વિરોધી નારાઓ માર્યા હતા જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયાર દાહોદ પાલિકા પ્રમુખ ગોપી દેસાઈ મહામંત્રી નરેન્દ્ર સોની અર્પિલ શાહ લખણ રાજગોર શ્રદ્ધાબેન ભડંગ રીનાબેન પંચાલ સહીત અન્ય કાઉન્સિલરો અને ભાજપના નેતાઓ તેમજ મહિલા મોરચાની મહિલાઓ પણ ઉપસ્તિથ જોવા મળ્યા હતા.