
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં મનરેગાના કર્મચારીઓ કામો માટે ટકાવારી લેતાં હોવાના આક્ષેપો સાથે તાલુકા વિકાસ અધિકારીને BTP નું આવેદન…
ગરબાડા તા. ૨૮
ગરબાડા ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા ગરબાડા તાલુકા વિકાસ અધિકારી ને દાહોદ જિલ્લા અને ગરબાડા તાલુકામાં જે કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી મહાત્મા ગાંધી યોજના માં બેરોજગાર વ્યક્તિઓને 100 દિવસની રોજગારી આપવામાં આવે છે તેમજ બેરોજગાર લાભાર્થીઓ દ્વારા કામની માંગણી કરવામાં આવે છે નરેગા શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા ટકાવારીના રૂપિયા આપવાના હોય છે તેમ કહે કામોની મંજૂરી માટે ટકાવારી લેતાં હોવાના આક્ષેપો સાથે ટકાવારી લેતા તમામ અધિકારીઓ પર કાયદેસરની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે અને તેઓને ફરજ પરથી દૂર કરવામાં આવે તેવી માંગ સાથે ભારતીય ટ્રાઈબલ પાર્ટી દ્વારા ગરબાડા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું..