
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા ના દેવધા ગામે મોટર સાયકલ તથા સ્કૂટર સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો.
ગરબાડા દાહોદ નેશનલ હાઇવે પર અવાર નવાર અકસ્માત સર્જાવાની ધટનાઓ બનતી હોય છે જેમાં આજે વધુ એક અકસ્માત
ગરબાડા તા. ૨૫
ગરબાડા તાલુકાના દેવધા ગામે દાહોદ અલીરાજપુર હાઇવે પર મોટર સાયકલ તેમજ સ્કૂટર સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બંને ચાલકો સહિત મોટર સાયકલ પર સવાર મહિલાને પણ સામન્ય ઇજાઓ પહોંચી હતી અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ ને જાણ કરી ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની જાણ ગરબાડા પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માત સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.