રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ખરેડી અને ઉકરડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લોકોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી અપાઈ
ગ્રામજનોએ પ્રજાલક્ષી યોજનાઓ – કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ રસપૂર્વક નિહાળી
દાહોદ તા. :- ૨૩
જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રસાર પ્રચાર કરતો રથ આદિજાતિ વિસ્તાર દાહોદ તાલુકામાં ફરી રહ્યો છે. દાહોદ તાલુકાના ખરેડી અને ઉકરડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગ્રામજનોને સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. જરૂરીયાતમંદ લાભાર્થીઓને લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી. લાભાર્થીઓને સ્થળ પર લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.
સરકારી યોજનાથી લાભન્વિત થયેલા લાભાર્થીઓએ ‘મેરી કહાની મેરી જુબાની’ થીમ હેઠળ પોતાની સફળવાર્તાઓ રજૂ કરી હતી. વિકસિત ભારતના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા. તેમજ સરકારશ્રીએ આદિજાતિ વિસ્તારોમાં લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. રથ દ્વારા સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ થકી સરકારશ્રીની સિદ્ધિઓ- ઉપલબ્ધીઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ખરેડી અને ઉકરડી ગામના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્ય શ્રીઓ, તલાટીશ્રીઓ અને ગ્રામજનો સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને આગેવાનો શ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦