દાહોદ MGVCL ની ટીમોએ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટાપાયે ચાલતી વીજ ચોરી ઝડપી 24 લાખ ઉપરાંતનો દંડ ફટકાર્યો
ધાનપુર અને દેવગઢ બારીયામાંથી વીજ ચોરી ઝડપી પડાઈ
વિજિલન્સ અને MGVCL ની અલગ અલગ ટીમોએ ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકીંગ હાથ ધર્યું હતું
25 ટીમોએ કામે લાગી મોટા પાયે ચાલતી વીજ ચોરી ઝડપી પાડી દંડનીય કાર્યવાહી હાથ ધરી
દાહોદ તા.03
દાહોદ જિલ્લામાં આવેલા દેવગઢ બારીયા અને ધાનપુર જેવા ગ્રામ્ય વિસ્તારમાં MGVCL અને વિજિલન્સની ટીમો ત્રાટકી હતી જેમાં 25 જેટલી અલગ અલગ ટીમો બનાવી વીજ ચોરી ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં ધાનપુર તેમજ દેવગઢ બારીયા વિસ્તારમાં વિજિલન્સ અને MGVCL ની 25 ટીમોએ અલગ અલગ વિસ્તારોમાં ૫૫૪ જેટલા વીજ જોડાણોનું ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં મોટા પાયે ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી વીજ ચોરીની ઘટનાઓ સામે આવા પામી હતી ત્યારે ધાનપુર અને દેવગઢ બારીયા વિસ્તારમાંથી અલગ અલગ ટીમોએ ચેકીંગ દરમિયાન ઝડપી પાડેલી ૯૭ જેટલા વીજ ચોરોને ઉઘાડા પાડી તેમની પાસેથી સ્થળ ઉપરજ દંડ વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ૨ કેસ વીજ લાઈનમાં ગેરરીતીના પણ જોવા મળતા આ તમામ વીજ ચોરોને ઉઘાડા કરી MGVCL અને વિજિલન્સની 25 જેટલી ટીમોએ હાજર રહી વીજ ચોરો પાસેથી પેનલ્ટી સહીત વીજ ચોરી અને ગેરરીતિ મામલે તેમની પાસેથી ૨૫ લાખ રૂપિયાના દંડની વસુલાત કરવામાં આવી હતી