નગરપાલિકાની સામાન્ય સભામાં શાબ્દિક ટપાટપી અને એજન્ડાઓના વિરોધમાં પક્ષના અંદરો અંદરનો ઉકળતો ચરૂ બહાર આવ્યો
દાહોદ નગરપાલિકાની સામાન્ય સભામાં ભારે ગરમા ગરમી વચ્ચે 41 એજન્ડાઓને બહાલી અપાઈ
અમે પ્રી-બોર્ડને માનતા નથી નગરપાલિકા અધિનિયમ અંતર્ગત બોર્ડ ચાલશે:રાજેશ સહેતાઈ
જનતા પીસાઈ રહી છે તમામ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા થવી જોઈએ:પૂર્વ પ્રમુખ રીનાબેન પંચાલ
પાલિકાના દંડકે પૂર્વ પ્રમુખને તેમનો કાર્યકાળ યાદ અપાવી રોકડું પરખાવ્યું
દાહોદ તા. ૧૭
દાહોદ નગરપાલિકાના નવા નીમાયેલા પાલિકા પ્રમુખ નીરજ ગોપી દેસાઈ ની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રથમ ત્રિમાસિક સામાન્ય સભામાં 41 જેટલા એજન્ડાઓ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં પક્ષનો વિરોધ અને અંદરો અંદરનો ઉકળતો ચરૂ હોબાળા સ્વરૂપે બહાર આવવા પામ્યો હતો છેલ્લા અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન એજન્ડામાં લીધેલા કામો અને આજરોજ બોર્ડમાં રજૂ થયેલા એજન્ડાઓનો મુદ્દાસર ખુલાસો કરવા માટે પાલિકાના બંને માજી પ્રમુખ દ્વારા વર્તમાન પ્રમુખ સમક્ષ ઉગ્ર સ્વરૂપે રજૂઆતો કરી હતી તો સાથે સાથે ચીફ ઓફિસર અને બંને માજી પ્રમુખ વચ્ચે શાબ્દિક ટપા ટપીના દ્રશ્યો પણ સર્જાયા હતા એટલું જ નહીં ગઈકાલે પાલિકાની પ્રી-બોર્ડ સમયે ગેરહાજર રહેલા પૂર્વ પ્રમુખ દ્વારા આજે સામાન્ય સભામાં એજન્ડાઓની વિસ્તૃત રીતે ચર્ચા કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો તો સામાન્ય સભામાં હાજર પદાધિકારી દ્વારા પૂર્વ પ્રમુખના કાર્યકાળ દરમિયાન યોજાયેલી સામાન્ય સભામાં મુદ્દાઓને લઈ શાબ્દિક ટપાટપી જોવા મળી હતી લગભગ દોઢ કલાક ચાલેલી સામાન્ય સભામાં 41 જેટલા મુદ્દાઓને મંજૂર કરવામાં આવ્યા હતા તો સાથે સાથે કારોબારી ચેરમેનના સદસ્યો તેમજ બાંધકામ સમિતિના ચેરમેન સદસ્યોની નિમણૂક કરવામાં આવી હતી
દાહોદ નગરપાલિકાની પ્રથમ અઢી વર્ષની મુદત પૂર્ણ થતા આગામી અઢી વર્ષની મુદ્દત માટે પ્રમુખ ગોપીભાઈ દેસાઈ તેમજ અન્ય હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી જે બાદ આજરોજ નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખની અધ્યક્ષતામાં પ્રથમ ત્રિમાસિક સામાન્ય સભા યોજાઈ હતી આ પૂર્વે ગઈ કાલે પાલિકાની પ્રિબોર્ડ ની મિટિંગ યોજાઈ હતી જેમાં પૂર્વ પ્રમુખ રીનાબેન પંચાલને બાદ કરતા ચૂંટાયેલા સુધરાઈ સભ્યો હાજર રહ્યા હતા જે પ્રી બોર્ડમાં તમામ મુદ્દાઓને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે બાદ આજ રોજ પાલિકાના સભાખંડમાં યોજાયેલી સામાન્ય સભાના શરૂઆતમાં જ પૂર્વ પ્રમુખ રીનાબેન પંચાલ દ્વારા જણાવવાનું હતું કે હું ફ્રી બોર્ડમાં હાજર ન હોવાથી ચર્ચા કરવામાં આજે તમામ એજન્ડાઓની વિસ્તૃત રીતે ચર્ચાઓ કરવામાં આવે તેમજ ગત સામાન્ય સભાના એજન્ડાઓ બાબતે શું કામગીરી કરી તે અંગે ખુલાસો માંગતા પાલિકા પ્રમુખ દંડક સહિત જનપ્રતિનિધિઓ વચ્ચે શાબ્દિક ટપાટપી અને ઉગ્ર સ્વરૂપે એજન્ડાઓને લઈ વિરોધ થતા ગરમા ગરમીના દ્રશ્યો સર્જાયા હતા લગભગ દોઢ કલાક ચાલેલી સામાન્ય સભામાં 41 જેટલા મુદ્દાઓને બહાલી આપવામાં આવી હતી
પૂર્વ પાલિકા પ્રમુખે પ્રિ-બોર્ડને માનતા નથી અમે નગરપાલિકા અધિનિયમ એક્ટ મુજબ ચાલીશું કહી સંગઠનની પ્રણાલીનો વિરોધ કર્યો હોવાના આક્ષેપો.
પાલીકાના પૂર્વ પ્રમુખ રાજેશ સહેતાઈએ સામાન્ય સભામાં કેટલાક મુદ્દાઓને લઈ સવાલો ઉભા કર્યા હતા તેમજ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો જેને અનુલક્ષીને પાલિકાના દંડક અહેમદ ચાંદે જણાવ્યું હતું કે ગઈકાલે પ્રી-બોર્ડમાં તમામ મુદ્દાઓની ચર્ચા થઈ ગઈ હતી જે બાદ રાજેશ સહેતાઈએ જણાવ્યું હતુંકે પ્રી-બોર્ડ એક વ્યવસ્થા છે બોર્ડનું સંચાલન નગરપાલિકા અધિનિયમ મુજબ ચાલવું જોઈએ તેમ જણાવી સંગઠનની પ્રણાલી નો જાહેરમાં વિરોધ નોંધાયો હતો નિયમો અનુસાર પ્રી-બોર્ડ એ સંગઠનની પ્રણાલી છે જેમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ પ્રી-બોર્ડમાં હાજર રહી સામાન્ય સભામાં લેવાયેલા તમામ મુદ્દાઓની ચર્ચા કરી એકબીજાના સંકલનમાં રહી સામાન્ય સભામાં લેવાયેલા તમામ મુદ્દાઓને સર્વાનુમતે મંજુર કરી 5 મિનિટમાં બોર્ડ પૂર્ણ કરી દેવાનો હોય છે.એટલે પૂર્વ પ્રમુખે સંગઠનની ગાઈડ લાઈન અને પ્રણાલીનો બીજી વખત વિરોધ કરી ગુજરાત મ્યુનિસિપલ અધિનિયમ અંતર્ગત બોર્ડ ચલાવવા માટે ભાર મૂક્યો હોવાના અક્ષેપો થઈ રહ્યા છે ત્યારે પૂર્વ પ્રમુખ રાજેશભાઈ શેહતાઈના જણાવ્યા અનુસાર મે ટુ ધ પોઈન્ટ વાત કરી છે. અને પાલિકા ને લગતી બાબતોની જ કરી છે.પ્રિ-બોર્ડએ વ્યવસ્થાનો ભાગ છે. બાકી પ્રજાલક્ષી કામો તેમજ નગરપાલિકાના હિતોને ધ્યાને લઈ તમામ કામો અંગે જે સાચી હકીકત હતી તે અમે કીધી છે.
પૂર્વ પાલિકા પ્રમુખે સામાન્ય સભામાં એજન્ડામાં સામેલ મુદ્દાઓને લઈ ભારે વિરોધ નોંધાવતા-વર્તમાન દંડકે પૂર્વ મહિલા પ્રમુખને પોતાનો કાર્યકાળ યાદ કરાવ્યો
નગરપાલિકાની સામાન્ય સભામાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલે ગત સામાન્ય સભામાં લેવાયેલા એજન્ડાઓ અંગે શું કામગીરી કરી તે અંગે ખુલાસો માંગ્યો હતો તેમજ દરેક પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા થવી જોઈએ તે માટે પાલિકા સત્તાધીશોને રોકડું સંભળાવ્યું હતું શહેરમાં ગટર અને રસ્તા મામલે પાલિકાના સત્તાધીસો સામે સવાલો કર્યા હતા જે દરમિયાન પાલીકાના દંડક અહેમદ ચાંદે પૂર્વ નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલને તેમનો કાર્યકાળ યાદ કરાવી જણાવ્યું હતુંકે તમારા કાર્યકાળમાં ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર અને એજન્ડાઓની જાણ કર્યા વગર 5 મિનિટમાં ટેબલ ઠોકીને તમામ મુદ્દાઓને મંજુર કરી દેવાતા હતા અને આજે તમે વિસ્તૃત ચર્ચા કરવા માટે ભાર મૂકી રહ્યા છો તેમ કહી દંડકે રોકડું સંભળાવ્યું હતું