Sunday, 08/09/2024
Dark Mode

સંતરામપુર નજીક અજાણ્યા ફોરવીલર ગાડીની અડફેટે બાઈક સવાર પરિવારની 5 વર્ષની બાળકીનું કરુણ મોત..

October 11, 2023
        285
સંતરામપુર નજીક અજાણ્યા ફોરવીલર ગાડીની અડફેટે બાઈક સવાર પરિવારની 5 વર્ષની બાળકીનું કરુણ મોત..

ઈલિયાશ શેખ :- સંતરામપુર 

સંતરામપુર નજીક અજાણ્યા ફોરવીલર ગાડીની અડફેટે બાઈક સવાર પરિવારની 5 વર્ષની બાળકીનું કરુણ મોત..

અજાણ્યા ફોર વ્હીલર ચાલકે બાઇક પર જતાં પરિવારને ટક્કર મારી હતી..

સંતરામપુર તા.૧૧

મહીસાગર જિલ્લાના સંતરામપુર પાસે ગત રાત્રીના સુમારે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક અજાણ્યા ફોર વ્હીલર વાહન ચાલકે બાઇક પર જઈ રહેલા પરિવારને સામેથી ટક્કર મારી હતી જેમાં બાઇક પર સવાર 5 વર્ષની માસૂમ બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે પતિ પત્નીને ગંભીર ઇજાઓ પોહચી હતી. 

પંચમહાલ જિલ્લાના મોરવાહડફ ગામે બજાર ફળિયામાં રહેતા કેતનભાઈ નારાયણભાઈ મહોબીયા જેઓ પત્ની મીનાક્ષીબેન સાથે પોતાની 5 વર્ષની દીકરી જેવિકા ને લઈ સંતરામપુર દવા કરવવા માટે દવાખાને લઈને આવ્યા હતા અનવ દવ કરાવી રાત્રે પરત મોરવાહડફ જતા રસ્તામાં ઝાલદડા ચોકડી ખાતે આવતા સુલીયાત તરફના રોડ પરથી પુરપાટ ઝડપે એક ફોર વ્હીકલ આવી અને તેના ચાલકે સામે થી બાઇકને જોરદાર ટક્કર મારી જેમાં બાઇક રોડ પર પડી ગઈ અને ફોર વ્હીકલ ચાલક તેની ગાડી લઈ ત્યાંથી ભાગી ગયો હતો બાઇક ને ટક્કર વાગતા બાઇક સવાર કેતનભાઈને જમણી આંખ પાસે તથા જમણા પગે ઇજાઓ પોહચી હતી જ્યારે તેમની પત્ની મીનાક્ષીબેન ને બન્ને પગે અને શરીરે ઇજાઓ પોહચી હતી તેઓ એ તેમના ઘરે કોલ કરી અકસ્માત અંગે જણાવતા તેમના સંબંધી દ્વારા 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતા એક ઘટના સ્થળે પોહચી મોરવાહડફ CHC ખાતે પતિ પત્ની અને મુત્રીને સારવાર અર્થે ખસેડાયા હતા જેમાં ડોક્ટર દ્વારા તપાસ કરી બાળકી જેવીકાને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પોહચતા મૃત્યુ નીપજ્યું હોવાનું જણાવ્યું હતું જ્યારે પતિ પત્નીને પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે મોડાસા રીફર કરવામાં આવ્યા છે સમગ્ર બાબતે મૃતક જેવિકાના દાદા નારાયણભાઈ બાબુલાલ મહોબિયા દ્વારા સંતરામપુર પોલીસ મથકે અકસ્માત અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે સંતરામપુર પોલીસે ઇ.પી.કો. કલમ 279,304(અ),337,338 તથા એમ.વી. એક્ટ કલમ 177,184,134 મુજબ ગુન્હો નોંધી આલગની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!