Friday, 21/03/2025
Dark Mode

દાહોદના ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ…

October 10, 2023
        429
દાહોદના ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ…

દાહોદના ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ…

કોલેજનાં વિદ્યાર્થી તેમજ ગવર્મેન્ટ નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓએ નાટક સ્વરૂપે તેમજ પોસ્ટરની પ્રસ્તુતિ દ્વારા માનસિક રોગોથી જાગૃત કરાયા…

દાહોદ તા.10

દાહોદના ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ...

ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં આજરોજ રોજ વિશ્વ માનસિક આરોગ્ય દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો જેમાં દાહોદના સી.ઈ.ઓ. પ્રોફ.(ડો)સંજય કુમારના માર્ગદર્શન હેઠળ તથા ડો.ભરત હઠીલા (મેડીકલ સુપ્રીન્ટેન્ડન્ટ), ડો.સુનીતા સંજય કુમાર (ડેપ્યુટી મેડીકલ સુપ્રીન્ટેન્ડન્ટ), પ્રકાશ પટેલ (સીનીયર જનરલ મેનેજર) ની ઉપસ્થિતિમાં માનસિક રોગ વિભાગ દ્વારા વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી.

દાહોદના ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ...

આ અંગે ઝાયડસ મેડીક્લ કોલેજ એન્ડ હોસ્પિટલના માનસિક રોગ વિભાગના ડો.દક્ષા ભુરીયા તથા માનસિક રોગ વિભાગના સ્ટાફ અને ઝાયડસ મેડીકલ કોલેજનાં વિદ્યાર્થી તેમજ ગવર્મેન્ટ નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભેગા મળીને નાટક સ્વરૂપે તેમજ પોસ્ટરની પ્રસ્તુતિ દ્વારા લોકોને વિવિધ પ્રકારના માનસિક રોગો જેવા કે, વ્યસન, હતાશા, તણાવ, ચિંતા અને ઉન્માદ રોગ તથા વિવિધ રોગ વિષે જાગૃત કરવામાં આવ્યા. તથા સમયસર સારવાર કરવાથી દર્દી સાજા થઇ શકે અને પરિણામે આત્મ હત્યા જેવા ગંભીર બનાવો બનતા અટકાવી શકાય એ અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!