સિંગવડ તાલુકાની મહિલાને તું નવાઈની સરપંચ છે. તને કંઈ આવડતું નથી તેમ કહી નરાધમે હાથ ખેંચી છેડતી કરી..
દાહોદ તા.૦૬
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં રાત્રીના સમયે પોતાના ઘર આગળ કામ કરતી ૨૮ વર્ષીય પરણીત મહિલાએ તું નવાઈની સરપંચ છે તને કંઈ ઈ કામ તો આવડતું નથી. કહી ગાળો બોલી તને રાખવી છે કહી હાથ પકડી અંધારામાં ખેંચી છેડતી કર્યાનું જાણવા મળ્યું છે.
સીંગવડ તાલુકામાં રહેતી ૨૫ વર્ષીય પરણીત મહિલા ગત તા. ૨-૧૦-૨૦૨૩ના રોજ રાતે સાડા સાત વાગ્યાના સુમારે પોતાના ઘરના આંગણામાં કામ કરી રહી હતી તે વખતે તેના ગામના નવીનચંદ્ર રમેશભાઈ મુનીયા જાેર જાેરથી બુમો પાડતો આવ્યો હતો.અને તે મહિલાને ગાળો બોલી તું નવાઈની સરપંચ થઈ ગઈ છે. તને કાંઈ કામ તો આવડતું નથી તેમ કહી ગાળો બોલી તે મહિલા પાસે આવી મારે તને રાખવી છે કહી તે મહિલાનો હાથ પકડી અંધારામાં ખેંચી છેડતી કરી હતી જ્યારે નવીનચંદ્ર મુનીયાના પિતા રમેશભાઈ કાળુભાઈ મુનીયા, માતા કાંતાબેન રમેશભાઈ મુનીયા તથા બહેન નયનાબેન રમેશભાઈ મુનીયાએ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ સંબંધે છેડતીનો ભોગ બનેલી ૨૮ વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરિયાદને આધારે રંધીકપુર પોલિસે છેડતીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.