Sunday, 08/09/2024
Dark Mode

લીમખેડા તાલુકાના વડેલા ગામે હાઇવે કોરિડોરની કન્ટ્રકશન સાઈટ પર ચાર દિવસમાં બીજી વખત ચોરી કરી..

October 6, 2023
        293
લીમખેડા તાલુકાના વડેલા ગામે હાઇવે કોરિડોરની કન્ટ્રકશન સાઈટ પર ચાર દિવસમાં બીજી વખત ચોરી કરી..

લીમખેડા તાલુકાના વડેલા ગામે હાઇવે કોરિડોરની કન્ટ્રકશન સાઈટ પર ચાર દિવસમાં બીજી વખત ચોરી કરી..

ઇકો ગાડીમાં આવેલા ચાર જેટલાં તસ્કરોએ કન્ટ્રક્શન સાઈડ પર માલસામાનની ચોરી કરી ફરાર.

લીમખેડા તા.06

લીમખેડા તાલુકાના વડેલા ગામે નેશનલ હાઇવે કોરિડોરની કન્સ્ટ્રકશન સાઈડ પર ઈકો ગાડીમાં આવેલા ચાર જેટલા અજાણ્યા તસ્કરોએ કન્સ્ટ્રકશન સાઈડ પરથી 15000 ઉપરાંતની માલમત્તા પર હાથફેરો કરીને ભાગી જતા આ મામલે હાઈવે કોરિડોર કન્સ્ટ્રકશન સાઈડના સુપરવાઇઝરે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા હોવાનું જાણવા મળે છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર લીમખેડા તાલુકાના વડેલા ગામે ચાલતા દિલ્હી-મુંબઈ હાઇવે કોરિડોરની કન્સ્ટ્રકશન સાઈડ પર ગતરોજ રાત્રિના બાર વાગ્યાથી અઢી વાગ્યા ના સમયગાળા દરમિયાન Gj-1-KP-9514 નંબરની ઈકો ગાડીમાં આવેલા ચાર જેટલા અજાણ્યા તસ્કરોએ કન્સ્ટ્રકશન સાઈડ પરથી 3000 કિંમતના જેક -10, 12,000 કિંમતના વર્ટિકલ કપ્લર 10, સહિત 15,000 ઉપરાંતની મુદ્દામાલ પર હાથફેરો કરીને ભાગવા જતા આ સમયે જાગી ગયેલા ચોકીદારે ચોર ચોર ની બૂમ પાડતા કન્સ્ટ્રક્શન સાઇટ પર સુઈ રહેલા સુપરવાઇઝર સહિતના કર્મચારીઓ જાગી ગયા હતા અને તસ્કરોનો પીછો કરતા તસ્કરો ઇકો ગાડી પૂર ઝડપે હંકારી ગોધરા ભાગી ગયા હતા. અત્રે ઉલ્લેખની છે કે બે દિવસ અગાઉ પણ અજાણ્યા તસ્કરોએ હાઇવે કોરિડોર ની કન્સ્ટ્રકશન સાઈડ પરથી 50 જેટલા કપ્લર 91, પ્લેટ નંગ -91, સોલ્જર નંગ 32 તેમજ 200 જેટલાં સર સામાનની ચોરી કરીને ભાગી ગયા હતા.

 ઉપરોક્ત બનાવ સંદર્ભે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના અસારા ગામના મૂળ રહેવાસી અને હાલ પીપલોદ અગ્રવાલ હાઉસ પોલીસ સ્ટેશનની સામેના રહેવાસી અને હાઇવે કોરિડોરમાં કન્ટ્રક્શન સાઇટ પર સુપરવાઇઝર તરીકે નોકરી કરતા દશરથભાઈ શિવરામભાઈ પટેલે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!