રાજેશ વસાવે :- દાહોદ
ચોખાની ભૂંસીની આડમાં વિદેશી દારૂની હેરફેરના કીમિયાનો પર્દાફાશ:23.56 લાખનો મુદ્દામાલ કબજે…
દાહોદ એલસીબીએ ભથવાડા ટોલનાકા પર 13,34 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકની અટકાયત..
LCB વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનારની તપાસમાં જોતરાઈ..
દાહોદ તા.04
દાહોદ એલસીબી પોલીસે દેવગઢબારિયા તાલુકાના પીપલોદ ભથવાડા ટોલનાકા પરથી ચોખાની ભુસી ની આડમાં સંતાડીને લઈ જવા તો લાખો રૂપિયાનો વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને બાતમીના આધારે ઝડપી જેલ ભેગો કરતા બુટલેગર આલમમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
આમ તો ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવા માટે પિટોલ ખાતે આવેલી ગુજરાત મધ્ય પ્રદેશ ચેકપોસ્ટ બુટલેગરો માટે સ્વર્ગ સમાન છે.આ રસ્તેથી મધ્યપ્રદેશ રાજસ્થાન તેમજ હરિયાણા પંજાબ સહિતના બુટલેગર માફિયાઓ મોટા મોટા કન્ટેનરોમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી ગુજરાતના વિવિધ પ્રાંતોમાં મોકલી વેપલો કરવા ટેવાયેલા છે. આજ ચેક પોસ્ટના રસ્તેથી ભૂતકાળમાં સ્થાનિક પોલીસ દ્વારા કેટલીય વખત દરોડા દરમિયાન લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પણ ઝડપી પાડવામાં સફળતા સાપડી છે ત્યારે તાજેતરમાં દાહોદ એસપી ડો. રાજદીપસિંહ ઝાલાના નિર્દેશનમાં થોડાક દિવસ અગાઉ પણ રાજસ્થાન અને હરિયાણા તરફથી આવતો વિદેશી દારૂના જથ્થા ભરેલી ટ્રક ઝડપી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમ તો બુટલેગર તત્વો પોલીસની નજરથી બચવા અવનવા કીમિયા અજમાવી ગુજરાતમાં વિદેશી દારૂનો વેપલો કરવા સક્રિય બન્યા છે ત્યારે ગઈકાલે દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ લીમખેડા મુકામે પેટ્રોલિંગમાં નીકળી હતી તે સમયે એલસીબી પીઆઇ કે.ડી ડીંડોરને બાદમી મળી હતી કે મધ્યપ્રદેશના ઝાબુઆ પીટોલ થઈ એક કન્ટેનરમાં ચોખાની ભૂસી ની આડમાં વિદેશી દારૂનો જથ્થો ગોધરા તરફ જઈ રહ્યો છે. તેવી બાતમીના આધારે દાહોદ એલસીબી ની ટીમ પીપલોદ મુકામે આવેલા ભથવાડા ટોલનાકા પર વોચમાં ગોઠવાઈ ગઈ હતી. થોડાક સમય બાદ બાતમીમાં દર્શાવેલ MP-13-GB-5759 નંબરનો આઇસર ટેમ્પો આવતા એલસીબી ની ટીમ સાબદી બની હતી અને ચારેય તરફથી ઘેરો ઘાલી ટ્રકને ગોલ્ડન કરી આઇસર ટેમ્પો ના ચાલક અરવિંદ બાબુ પંચાલ (રહેવાસી, ખંગેલા, પંચાલ ટોડી )ની અટકાયત કરી આઇસર ટેમ્પોની તલાસી લેતા તેમાંથી ચોખાની ભૂસી ની આડમાં સંતાડેલો ભારતીય બનાવટના વિદેશી દારૂની 283 પેટીઓમાં 11,280 બોટલો મળી કુલ 13,34,880 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ 55 સો રૂપિયા કિંમતના બે મોબાઈલ ફોન, રૂપિયા 16,000 કિંમતના 16 કટ્ટા ચોખાની ભૂસી તેમજ આઇસર ટેમ્પો મળી કુલ 23, 56,380 રૂપિયાનો મુદામાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે કબજે કરી ચાલકને જેલભેગો કર્યો હતો અને ઉપરોક્ત પકડાયેલો વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી ભરી અને કોને ડિલિવરી આપવા જઈ રહ્યો હતો તે અંગેની તપાસનો ધમધમાટનો આરંભ કર્યો હતો.