
રાહુલ ગારી :- ગરબાડા
ઝરીબુઝુર્ગ ગામે છોકરીના નિકાલ બાબતે થયેલ ઝઘડામાં પિતા-પુત્રે એકને લમધાર્યો
દાહોદ.તા.૦૩
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે છોકરીના નિકાલમાં ન આવવા બાબતે થયેલ ઝઘડામાં બાપ-દિકરાએ ભેગા મળી તેમના ગામના અને કુટુંબના એક યુવકને લાકડી તથા કુહાડીની મુંદર મારી ઈજાઓ પહોંચાડ્યાનું જાણવા મળ્યું છે.
ઝરીબુઝર્ગ ગામના મુડીયા ફળિયામાં રહેતા મંગાભાઈ વેસ્તાભાઈ સંગોડ ગતરોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે તેના ફળીયામાં રહેતા તેના સગાભાઈ રંગાભાઈ વેસ્તાભાઈ સંગોડના ઘરે આવી તમે મારા છોકરાની છોકરી રીન્કુબેનના નિકાલમાં કેમ આવ્યા ન હતા. તેમ કહી બેફામ બિભત્સ ગાળો બોલતો હતો જેથી રંગાાઈ સંડે તેના ભાઈ મંગાભાઈ વેસ્તાભાઈને ગાળો બોલવાની ના પાડી હતી જેથી મંગાભાઈ એકદમ ઉશ્કેરાયો હતો અને તેના હાથમાંની લાકડી રંગાભાઈને ડાબા હાથે મારી ઈજા કરી હતી તથા વાલચંદભાઈ મંગાભાઈ સંગોડે હાથમાં કુહાડી લઈ દોડી આવ્યો હતો અને તેના કાકા રંગાભાઈ સંગોડને માથાના ભાગે કુહાડીની મુંજબ મારી માથુ લોહીલુહાણ કરી ઈજા પહોંચાડી હતી.
આ સંબંધે ઝરીબુઝર્ગ ગામના મુડીયા ફળિયામાં રહેતા ઈજાગ્રસ્ત રંગાભાઈ વેસ્તાભાઈ સંગોડે નોંધાવેલ ફરિયાદને આધારે ગરબાડા પોલિસે ઝરીબુઝર્ગ ગામના મુડીયા ફળીયાના મંગાભાઈ વેસ્તાભાઈ સંગોડ અને તેના દીકરા વાલચંદ મંગાભાઈ સંગોડ વિરૂધ્ધ ઈપિકો કલમ ૩૨૪, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
——————————