બાબુ સોલંકી :- સુખસર
ખેલમહાકુંભ 2.0 માં દાહોદ જિલ્લાના વધારેમાં વધારે ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરાવે
સ્પર્ધકોએ શાળા,ગ્રામ્ય કક્ષા, તાલુકા-જિલ્લા કક્ષા,રાજ્યકક્ષા સુધી વિવિધ ૩૯ રમતોને અલગ-અલગ વય જૂથમાં સમાવેશ કરી આયોજન કરવામાં આવશે
સુખસર ,તા.૩૦
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્ક્રૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલમહાકુંભ ૨.0 યોજવામાં આવેલ છે. ખેલ મહાકુંભ- ૨.૦ અંતર્ગત બહોળી સંખ્યામાં સ્પર્ધકો ભાગ લે તે હેતુથી શાળા/ગ્રામ્યકક્ષા, તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા, રાજ્યકક્ષા સુધી વિવિધ ૩૯ -રમતોને અલગ-અલગ વય જૂથમાં સમાવેશ કરી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે.ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટેની વેબસાઇડ https://khelmahakumbh.gujarat.gov.in છે.
ખેલ મહાકુંભ–૨.૦ અંતર્ગત અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭ તથા ઓપન એઇજ, અંડર- ૪૦, અંડર-૬૦ વયજુથમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે. ખેલ મહાકુંભ–૨.૦ અંતર્ગત ભાગ લેવા માટે ખેલાડીઓએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. રજીસ્ટ્રેશન થયા વગરના કોઇપણ ખેલાડી સ્પર્ધામાં ભાગ લઇ શકશે નહિ. જેથી ખેલાડીઓ વધુને વધુ ખેલ મહાકુંભ–૨.૦ અંતર્ગત સ્પર્ધામાં ભાગ લે તે માટે સત્વરે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અમરસીંગ રાઠવા દ્વારા જણાવવામાં આવે છે.
રજીસ્ટ્રેશનમાં સમસ્યા જણાય તો ટોલફ્રી નંબર ૧૮૦૦ ૨૭૪ ૬૧૫૧ પર સંપર્ક કરવો વધુ જાણકારી માટે જિલ્લા રમતગમત અધિકારીશ્રી એ.એમ.રાઠવાનો મો.નં ૮૯૮૦૯૬૭૯૦૭ પર સંપર્ક કરવાનો રહેશે.