
રાહુલ ગારી :- ગરબાડા
ગાગરડા ચોકડી નજીક ફોરવીલર ગાડીમાંથી 96 હજારનાં વિદેશી દારૂ સાથે બે ઇસમોં ઝડપાયા…
ગરબાડા તા. ૨૬
ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે એલ પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને મળેલી બાટમીના આધારે એક ફોરવીલર ગાડી કે નો નંબર જીજે 6 ડી.જે 0256 વિદેશી દારૂનો જથ્થો ભરી એમ.પી ના સુતિયાઝાલમ ગામ તરફથી ગાંગરડા ચોકડી તરફ આવનાર છે જે બાતમી ના આધારે ગરબાડા પોલીસે વોચ ગોઠવી વેગેનાર ગાડીને પકડી તેની તલાસી લેતાબ તેના અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 348 કિંમત રૂપિયા 96000 તથા ફોરવીલર ગાડી ની કિંમત 50,000 તેમજ પકડાયેલ બે આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ કિંમત રૂપિયા 5,500 મળી કુલ ૧,૫૧,૫૦૦ નો મુદ્દામાલ સાથે બે ઇસમને પકડી પાડી જેલના પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી