Sunday, 08/09/2024
Dark Mode

વડવા ગામે બકરા કરાવવા બાબતે હવામાં ફાયરિંગ કરનાર ત્રણ ઇસમો બે હાથ બનાવટની બંદૂક તેમજ જીવતા કારતુસ સાથે ઝડપાયા..

September 26, 2023
        3193
વડવા ગામે બકરા કરાવવા બાબતે હવામાં ફાયરિંગ કરનાર ત્રણ ઇસમો બે હાથ બનાવટની બંદૂક તેમજ જીવતા કારતુસ સાથે ઝડપાયા..

રાહુલ ગારી :- ગરબાડા 

વડવા ગામે બકરા કરાવવા બાબતે હવામાં ફાયરિંગ કરનાર ત્રણ ઇસમો બે હાથ બનાવટની બંદૂક તેમજ જીવતા કારતુસ સાથે ઝડપાયા..

ગરબાડા તા.26

જેસાવાડા પોલીસે વડવા ગામે બનેલા ફાયરિંગના બનાવમાં ત્રણ ઇસમોને પકડી પાડી તેમની પાસેથી હાથ બનાવટના ૨ દેશી તમંચા તથા બે જીવતા કારતૂસ કબજે કર્યા હોવાનું જાણવા મળેલ છે.

 

ગત.૧૮/૦૯/૨૦૨૩ના રોજ વડવા ગામે બકરા ચરાવવા બાબતે ઝગડો થતા અમુક ઇસમો દ્રારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જે ફાયરીંગ કરતો વિડિયો સોશીયલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.જે અનુસંધાને વડવા ગામના ફરિયાદી માજુભાઈ દીતાભાઇ કટારાની ફરીયાદને લઇ ચાર ઇસમો (૧) રામસિંગભાઈ ઝીથરાભાઈ માવી (૨) રાકેશભાઇ દિતીયાભાઇ માવી (૩) સરદારભાઈ કાગડાભાઇ માવી (૪) રાજુભાઇ પિદિયાભાઈ માવી તમામ રહે. વડવા તળાવ ફળીયા તા.ગરબાડા જી.દાહોદ નાઓ વિરૂદ્ધ જેસાવાડા પોલીસે કલમ ૩૦૭,૫૦૪,૩૪ તથા આર્મસ એક્ટ તથા જી.પી એક્ટ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડી ગુન્હામાં વપરાયેલ હથિયારો કબ્જે કરવા જેસાવાડા પી.એસ.આઇ એન.એમ.રામી તથા પોલીસની અલગ અલગ ટીમ બનાવી ત્રણ આરોપીઓને વડવાના ખજુરિયા ગામના જંગલ વિસ્તારમાંથી ઝડપી પાડયા હતા અને તપાસ દરમિયાન તેમની પાસેથી ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ હાથ બનાવટના ૦૨ દેશી તમંચા તથા બે જીવતા કારતૂસ કબજે કબ્જે કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!