Sunday, 08/09/2024
Dark Mode

દાહોદ જિલ્લો શિક્ષણ ક્ષેત્રે વધુ સબળ બનશે..લીમખેડામાં જવાહર નવોદય સ્કૂલ -2 નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે વર્ચ્યુલી લોકાર્પણ..

September 26, 2023
        333
દાહોદ જિલ્લો શિક્ષણ ક્ષેત્રે વધુ સબળ બનશે..લીમખેડામાં જવાહર નવોદય સ્કૂલ -2 નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે વર્ચ્યુલી લોકાર્પણ..

શિક્ષણ ક્ષેત્રે દાહોદ બનશે વધુ સબળ :વધુ એક જવાહર નવોદય વિદ્યાલયની ભેટ મળશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી રૂ. ૨૩ કરોડના ખર્ચે નવનિર્મિત જવાહર નવોદય વિદ્યાલયનું લોકાર્પણ કરશે

નાનામાં નાના ગામ સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોચાડવાની સરકારની નેમ સિદ્ધ કરવાની દિશામાં આગે કદમ ગુજરાત

દાહોદ તા.26

દાહોદ જિલ્લો શિક્ષણ ક્ષેત્રે વધુ સબળ બનશે..લીમખેડામાં જવાહર નવોદય સ્કૂલ -2 નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે વર્ચ્યુલી લોકાર્પણ..

દેશના નાનામાં નાના ગામ સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોંચાડવાના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ સિદ્ધિ તરફ સતત આગળ વધી રહ્યો છે. તા. ૨૭મી સપ્ટેમ્બરે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીના પ્રવાસે આવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી શિક્ષણ ક્ષેત્રે દાહોદ વધુને વધુ હરણફાળ ભરે તે માટે જવાહર નવોદય વિદ્યાલયની અમૂલ્ય ભેટ આપશે. જેનાથી શિક્ષણ ક્ષેત્રે દાહોદની ગૌરવભેર યાત્રા આગળ વધશે. 

દાહોદ જિલ્લો શિક્ષણ ક્ષેત્રે વધુ સબળ બનશે..લીમખેડામાં જવાહર નવોદય સ્કૂલ -2 નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે વર્ચ્યુલી લોકાર્પણ..

રૂ. ૨૩ કરોડના ખર્ચે નવનિર્મિત આ જવાહર નવોદય વિદ્યાલય દાહોદના લીમખેડા તાલુકાના પલ્લી ગામે બનાવવામાં આવી છે. ૩૦ એકર વિસ્તારમાં ફેલાયેલી આ કેન્દ્રીય વિદ્યાલય અનેક સુવિધાઓથી સંપન્ન છે. જેમાં ૧૪ વર્ગખંડ, ૪ લેબોરેટરી, લાઈબ્રેરી, સ્ટાફ રૂમ સહિત સ્કૂલ ઈમારત; ૧૯૨ વિદ્યાર્થીઓની ક્ષમતાવાળું બોયઝ ડૉર્મિટરી, ૯૬ વિદ્યાર્થિનીઓની ક્ષમતાવાળું ગર્લ્સ ડૉર્મિટરી, કિચન, ૫૬૦ વિદ્યાર્થીઓની ક્ષમતાવાળો ડાઈનિંગ હોલ, ક્વાર્ટ્સ, ૨ વોલી બોલ કોર્ટ-૨ બાસ્કેટ બોલ કોર્ટ અને રનિંગ ટ્રેક સહિતની સુવિધાઓવાળું રમતનું મેદાન, પમ્પ હાઉસ સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે. આ વિદ્યાલયમાં ધો-૬ થી ધો-૧૦ સુધીના વર્ગોમાં કુલ ૨૯૦ તેજસ્વી વિદ્યાર્થીઓને સમાવવાની ક્ષમતા છે, જેમાં ૧૭૪ વિદ્યાર્થીઓ અને ૧૧૬ વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે.

દાહોદ જિલ્લો શિક્ષણ ક્ષેત્રે વધુ સબળ બનશે..લીમખેડામાં જવાહર નવોદય સ્કૂલ -2 નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે વર્ચ્યુલી લોકાર્પણ..

બે તબક્કામાં નિર્માણ પામનારી આ જવાહર નવોદય વિદ્યાલયના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું છે, જેનું પ્રધાનમંત્રીશ્રી બુધવારે લોકાર્પણ કરશે. જ્યારે બીજા તબક્કાનું કામ હાલ પ્રગતિમાં છે, ત્યારબાદ બોયઝ અને ગર્લ્સ ડૉર્મિટરીની ક્ષમતામાં વધારો ઉપરાંત સ્ટાફ ક્વાર્ટસ તેમજ ગેસ્ટ હાઉસની સુવિધા પણ મળશે.  

મહત્વનું છે કે, જવાહર નવોદય વિદ્યાલયમાં દરેક વિદ્યાર્થીને નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓની ભરતી દેશવ્યાપી પ્રવેશ પરીક્ષા દ્વારા થાય છે, જે સી. બી. એસ. ઈ. દ્વારા દરેક જિલ્લામાં લેવામાં આવે છે અને ઉત્તીર્ણ થનાર તેજસ્વી વિદ્યાર્થીને ધો-૬માં પ્રવેશ આપવામાં આવે છે. દરેક જિલ્લા પ્રમાણે સ્થાનિક ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે મહત્તમ બેઠક સંરક્ષિત રાખવામાં આવતી હોવાથી દાહોદના તેજસ્વી વિદ્યાર્થીઓને આ કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતરથી માંડીને રહેવા-જમવા સહિતની તમામ અભ્યાસલક્ષી જરૂરિયાતો અને સુવિધાઓ નિ:શુલ્ક મળી રહેશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!