રાજેશ વસાવે :- દાહોદ
બે વ્યક્તિઓને બચકા ભર્યા બાદ શાળામાં જે રહેલા બાળકના હાથ મોઢામાં લઇ ધસડ્યો..
દાહોદમાં હડકાયા ગધેડાનો આતંક:એક બાળક સહીત ત્રણ વ્યક્તિઓને બચકા ભર્યા…
બાળકને હાથ ઉપર ગંભીર ઇજા : જીવદયા સમિતિએ ગર્દભને પકડી એક તરફ બાંધ્યો
દાહોદ તા. ૨૧
દાહોદ શહેરના ઝાલોદ રોડ ઉપર આઇ.પી મિશન શાળા પાસે ફરતાં ગદર્ભમાંથી એક હડકાયુ થયુ હતું.સવારના આઠ વાગ્યાના અરસામાં આ ગદર્ભે સ્કુલ પાસેથી પસાર થતાં બે લોકોને એક પછી એક બચકાં ભરીને ઘાયલ કર્યા હતાં.ત્યાર બાદ રિક્શામાં શાળાએ આવેલા બાળકો પૈકી રેહાન રાઠોડ સહિતના ત્રણ બાળક શાળા તરફ જઇ રહ્યા હતાં. તે વખતે ગદર્ભે રેહાનનો હાથ મોઢામાં પકડી તેને ધસડતાં દોડધામ મચી ગઇ હતી. આસપાસથી દોડી આવેલા લોકોએ છોડાવવાનો પ્રયાસ કર્યા છતાં ગદર્ભ માનતો ન હતો. લોકોએ જહેમતે છોડાવીને તેને ખાનગી દવાખાને ખસેડ્યો હતો. રેહાનના હાથે ગંભીર પ્રકારની ઇજાઓ થઇ હતી. આ આખી ઘટના સીસી ટીવીમાં કેદ થતાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જીવ દયા સમિતિના સભ્યોએ ધસી આવી ગદર્ભને કાબૂમાં કરી એક તરફ બાંધી દેતાં લોકોએ હાશ અનુભવી હતી…