રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ પોલીસમાં જુદા-જુદા સ્થળે ફરજ કાળ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ કર્મીઓને પોલીસ અધિક્ષકના હસ્તે સમ્માનિત કરાયા…
દાહોદ તા.20
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી બાદ દાહોદ જિલ્લામાં બે દિવસ અગાઉ પંથકવાસીઓ માટે આપત સ્વરૂપે આવેલા ભારે વરસાદથી નદી નાળાઓ છલકાયા હતા. તો બીજી તરફ જિલ્લાના તમામ ડેમો ઓવર ફ્લો થતા જીવના જોખમે કોઈ પણ વાહન ચાલક કે રાહદારી રસ્તો પસાર ન કરે તે માટે જિલ્લાના તમામ નદી નાળાઓ તેમજ ડેમ ઉપર પોલીસ અધિક્ષક ડૉ રાજદીપસિંહ ઝાલા દ્વારા બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો જેમાં કેટલાક નાગરિકોના જીવ બચાવવામાં પોલીસે સફળતા સાંપડી હતી.અને પોલીસ પ્રજાનો રક્ષક છે
તે ઉકતીને સાચા અર્થમાં સાર્થક કરી હતી. જેને અનુલક્ષીને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ઉમદા કામગીરીને બિરદાવવા તેમજ તેમના થકી પ્રેરણા લઇ અન્ય પોલીસ કર્મીઓ પણ ઉત્કૃષ્ટ કામગીરી કરે તે હેતુથી આજરોજ પોલીસ હેડક્વાટર ખાતે જિલ્લા પોલીસવડા ડૉ રાજદીપસિંહ ઝાલા દ્રારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશસ્તિ પત્રની સાથે એવોર્ડ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.જે બાદ કતવારા,રૂરલ,દેવગઢ બારીયા જેવા પોલીસ મથકોના પોલીસ સબ ઇન્સ્પેકટરોને પણ વિદેશી દારૂના ગુનાઓ અને કવાલિટી કેસ કરવા માટે તેમને પણ પ્રસંશા પત્ર અને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા
તેમજ LCB પોલીસ મથકના પોલીસ કર્મચારીઓને છેલ્લા કેટલાય વર્ષોથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા બદલ તેમને પણ પ્રસંશતી પત્રની સાથે એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા તેમજ વર્ષોથી સાયબર ક્રાઇમના પડતર ગુનાઓનો ભેદ ઉકેલી કાઢી દિલ્હી રાજસ્થાન જેવા રાજ્યોમાંથી આરોપીઓને ઝડપી પાડવા બદલ સાઈબર ક્રાઇમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરત પરમારને પણ પ્રશસ્તી પત્ર અને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.અને બાળ તસ્કરી ગેંગને ઝડપી પાડવા બદલ બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ અયુબ હઠીલાને પ્રસસ્તી પત્ર અને એવોર્ડ આપવામાં આવ્યો હતો. તો LCB પોલીસ મથકના ટેક્નિકલ પોલીસ કર્મચારીને પણ શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રસંશા પત્ર અને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા ત્યારે ડીજી દ્રારા LCB પોલીસ ઇન્સ્પેક્ટર કે ડી ડીંડોરને પણ વર્ષોથી નાસતા ફરતા 15 ઈનામી આરોપીઓને ઝડપી પાડવા બદલ ડીજી દ્રારા તેમને પણ પ્રસંશા પત્ર અને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા આમ આજે પોલીસ હેડક્વાટર ખાતે યોજાયેલી પોલીસ ક્રાઈમ કોન્ફ્રન્સમાં જિલ્લા પોલીસવડા ડૉ રાજદીપસિંહ ઝાલાની ઉપસ્તિથીમાં જિલ્લામાં પ્રજાનો રક્ષક બનીને કામગીરી બજાવનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રસંશતી પત્રની સાથે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા..