
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા દાહોદ નેશનલ હાઈવે પર નવીન બનેલા રોડ ઉપર વરસાદના લીધે ગાબડું પડ્યું..
કરોડાના ખર્ચે બનાવેલ હાઇવે પર ગામડું પડતા અનેક પ્રશ્નાર્થ યથાવત…
ગરબાડા તા. ૧૭
ગરબાડા તાલુકા સહિત પંથકમાં 24 કલાકમાં વરસેલા વરસાદના ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓ ઉપર ઝાડ પડવાના તેમજ ઘરોને નુકસાન થવાના બનાવો બનવા પામ્યા છે ત્યારે વાત કરીએ તો હાલમાં જ નવીન બનેલો ગરબાડા દાહોદ નેશનલ હાઈવે ૫૬ ઉપર નવા પડ્યા ચોકડી નજીક વરસાદના કારણે રોડની સાઈડમાં ગાબડું પડતા તંત્રની પોલ ખુલી જવા પામી છે તંત્ર દ્વારા કેટલું મટીરીયલ અને કેટલું યોગ્ય કામ કરવામાં આવ્યું છે તે આ ગાબડું જ બતાવી રહ્યું છે..