
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં હિન્દુ સત્ય સનાતન ધર્મની સામૂહિક કાવડ યાત્રા યોજાઈ…
ગાંગરડા કુદરતી પૌરાણિક વાવથી ગરબાડા રામનાથ મહાદેવ સુઘી કાવડયાત્રા યોજાઈ
ગરબાડા તા. ૧૦
પ્રાપ્ત માહિતી અનુસાર પવિત્ર શ્રાવણ માસ છેલા સોમવાર એટલે કે આજે તારીખ 11 સપ્ટેમ્બર ના રોજ ગરબાડા તાલુકાના હિન્દુ સત્ય સનાતન ધર્મની સામૂહિક કાવડ યાત્રા ગરબાડા તાલુકાના ગાંગરડા ગામ ખાતે આવેલ કુદરતી પૌરાણિક વાવથી ગરબાડા રામનાથ મહાદેવ મંદિર સુધી યોજાઈ હતી આ કાવડીયાત્રામાં હિન્દુ સત્ય સનાતન ધર્મના હિમ્મતસિંહદાસજી કાલિદાસજી,રામુદાસજી ,તેમજ કમલેશદાસજી મહારાજ આ કાવડીયાત્રામાં જોડાયા હતા અને ગાંગરડા પૌરાણિક વાવ થી શરૂ થયેલી આ કાવડ યાત્રા પગપાળા ગરબાડા નગર થઈને રામનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી જ્યાં ૧૦૦ કાવડયાત્રીઓ તેમજ ૫૧ કળશ દ્વારા શિવલિંગ ઉપર જળા અભિષેક કર્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં પોલીસના બંદોબસ્ત વચ્ચે આ કાવડ યાત્રા પૂર્ણ થઈ હતી..