પીપલોદ નગરમાં પરંપરાગત રીતે ભરાયેલો ગોકુળ અષ્ટમીના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યો..
બદલાતા સમયના વેણમાં વાંસળીની મધુર સુરાવલી વિસરાઈ: કર્કશ અવાજ વાળા ભોપુની બોલબાલા
લોકોએ ચકડોળ, હીચકા સહિતની અન્ય રાઇડ, ખાણીપીણીના ચટાકાની મોજ માણી..
નવી પેઢીના યુવાધન હિલોળે ચડ્યું: આર્ટિફિશિયલ ટેટુઓ દોરાવ્યા..
પીપલોદ તા.07
પીપલોદ નગરમાં હિન્દુ ધાર્મિક પવિત્ર શ્રાવણ માસના પરંપરાગત વર્ષોથી ચાલતા ગોકુળ અષ્ટમી ના મેળામાં હજારો લોકો એ મિત્રો મંડળ પરિવારજનો સાથે મેળા મા થી રમકડા ઓ જરૂરિયાત વસ્તુ ની ખરીદી કરતા અને ખાણીપીણીનો મોજ કરતા મેળા નો અવસર ને હજારો લોકોએ મોજ માણી હતી
પીપલોદ નગરમાં જન્માષ્ટમીના તહેવારને લઈને વેપાર કરતાં નાના વેપારીઓ પીપલોદમાં આગલા દિવસે આવીને લારી ઓ પથારા કરી જગ્યા રોકી પોતાનો વેપારભ માટેની સુવિધાઓ કરી સવારથી જ વેપારી જમાવટ કરી દીધી હતી અને મેળો ભરાય કે ના ભરાય એવામાં સવારના પોરે લાંબા સમય બાદ મેઘરાજાએ એન્ટ્રી કરતા મેળા નો માહોલ વિકરીયો હતો અને થોડા સમય બાદ વરસાદની રામ લેતા જાણે આજુબાજુથી હજારોની મેદની માં પીપલોદ બજારના મેળાની મોજ માણવા માટે બંસરી નાના રમકડા ઢીંગલા ઢીંગલી ફુગ્ગા જેવી અનેક ઘર વપરાશની ચકુ સાણસી પતરા ના બનાવેલા ચૂલા ઝારા ચાઇના અને માટીના બનેલા વાસણો જેવી ચીજ વસ્તુઓના ખરીદી કરતા અને ખાણીપીણી પાણીપુરી સમોસા કચોરી આઈસ્ક્રીમ ઠંડા પીણા જેવી આવાનો આનંદ લેતા લેતા ખરીદી કરતા અને મેળા માં આવનાર યુવાનો બાળકો જુના લોકો પરિવાર સાથે નાના બાળકને રમવાના રમકડા ખેતી ઓજારો ખરીદી કરતા નવનવા લોકો ટોળેટોળા નાના બાળકો અને પરિવાર સાથે હજારોની સંખ્યામાં સૌ લોકોએ ભરપૂર આનંદ માણ્યો હતો એવા દ્રશ્યો જોવા મળ્યા હતા
આવા આનંદમય મેળાના માહોલમાં અનિશ્ચિત ઘટનાઓ ના બને અને કોઈ દુર્ઘટના ના સર્જાય અથવા તો કોઈ નાના મોટા ઝઘડા છેડછાની જેવા બનાવ ના બને તે માટે પીપલોદ પોલીસ સ્ટેશન દ્વારા ખૂબ ચૂસ બંદોબસ્ત માં પીએસઆઇ સહિત પોલીસ જવાન જી આર ડી જવાન ટીઆરબી મહિલા પોલીસ અને પોલીસ વાહનો સાથેનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો
ક્યારે ફરી બીજી વાર સાંજના સમયે વરસાદે ફરી એન્ટ્રી કરતા વેપારીઓમાં ચિંતા જણાય રહી હતી પરંતુ મેળામાં આવેલી તમામ પબ્લિક વરસાદના કારણે રહેલી ખેર આઈ ગઈ હતી અને ચાલુ વરસાદમાં જ વેપારીઓએ પોતે પોતાના સામનોને પેકિંગ કરતા કરતા ચાલુ વર્ષા દેશ મેળાનો પુર્ણાહુતિ થઈ ગઈ હતી