Sunday, 08/09/2024
Dark Mode

લીમખેડા કોર્ટનો ઐતિહાસિક ચુકાદો યથાવત:કોર્ટ સંકુલમાં સન્નાટો..

September 6, 2023
        327
લીમખેડા કોર્ટનો ઐતિહાસિક ચુકાદો યથાવત:કોર્ટ સંકુલમાં સન્નાટો..

લીમખેડા કોર્ટનો ઐતિહાસિક ચુકાદો યથાવત:કોર્ટ સંકુલમાં સન્નાટો..

લીમખેડા તાલુકાના પાણીયા ગામે ત્રણ વર્ષ અગાઉ સગીરાના અપહરણ બાદ દુષ્કર્મના કેસમાં આરોપીને દસ વર્ષની સજા ફટકારતી કોર્ટ…

લીમખેડા તા. 06

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા ગામે ત્રણ વર્ષ અગાઉ સગીર વયની બાળકીનું પત્ની તરીકે રાખવા અપહરણ કરીને લઈ ગયેલા યુવકને ત્રીજા એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા અલગ અલગ ગુનાઓમાં દસ વર્ષની સજા તેમજ દંડ ફટકારી પીડિતાને વળતર પેટે બે લાખ રૂપિયા ચૂકવવાનો હુકમ કરતા કોટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.

 

 દાહોદ જિલ્લામાં લીમખેડા ત્રીજા એડિશનલ સેશન્સ કોર્ટે દુષ્કર્મ અને પોસ્કોના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને સખત સજા કરવાની પરંપરા આજે પણ જાળવી રાખી છે. લીમખેડા ત્રીજા એડિશનલ સેશન્સ એન્ડ સ્પેશિયલ પોસ્કો કોર્ટ દ્વારા આજરોજ પુનઃ એક ઐતિહાસિક ચુકાદો આપતા સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો જેમાં લીમખેડા તાલુકાના પાણીયા ગામના પંકજભાઈ ઉર્ફે રાજેન્દ્રભાઈ શંકરભાઈ બારીયા રહે. તળાવ ફળિયા લીમખેડા દ્વારા તેમના જ ગામની 17 વર્ષીય સગીરાને પત્ની તરીકે રાખવા સારું અપહરણ કરીને લઇ ગયો હતો.જે બાદ સમાજના માણસો વચ્ચે પંચરાહે નિકાલ કર્યા બાદ યુવકે સગીરાને તેના પરિવારજનોને સોંપી દીધી હતી. જે બાદ થોડા દિવસ બાદ પુનઃ એક વખત આ યુવકે સગીરાને પટાવી ફોસલાવી પત્ની તરીકે રાખવા પુનઃ અપહરણ કરીને લઈ ગયો હતો. જે બાદ આ મામલો લીમખેડા પોલીસ મથકે પહોંચતા લીમખેડા પોલીસે ઉપરોક્ત પંકજભાઈ ઉર્ફે રાજેન્દ્રભાઈ શંકરભાઈ બારીયા વિરુદ્ધ અપહરણ તેમજ પોસ્કો અંતર્ગત ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી ત્યારબાદ આ યુવકને ઝડપી લાવી સગીરાનું મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ યુવક વિરુદ્ધ દુષ્કર્મની કલમનો ઉમેરો થયો હતો. જે બાદ આ કેસ લીમખેડા ત્રીજા એડિશનલ સેશન્સ એન્ડ સ્પેશ્યલ પોસ્કોના મોહમ્મદ હનીફબેગ અકબર બેગ મિર્ઝાની કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલની ધારદાર દલીલો તેમજ પુરાવા અને સાક્ષીઓની જુબાનીને ગંભીરતાથી લઈ સમાજમાં ગુનાખોરી કરનાર તત્વો સામે દાખલો બેસે તે માટે પાણીયા ગામના પંકજભાઈ ઉર્ફે રાજેન્દ્રભાઈ શંકરભાઈ બારીયાને દુષ્કર્મ અને પોસ્કોના કેસમાં દોષી ઠેરવી ipc 235(2) તેમજ 376(2),(એન)મુજબ દસ વર્ષની સાદી કેદ તેમજ 1000 રૂપિયાનો દંડ તથાપોક્સો કાયદાની કલમ ચાર મુજબ દસ વર્ષની કેદ અને 5000 રૂપિયા નો દંડ અને બંને સજાઓમાં જો દંડનો ભરે તો ત્રણ અને છ માસની સાદી કેદની સજા તેમજ પીડિતાને બે લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો આદેશ કરતા કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો. અત્રે ઉલ્લેખની છે કે આ પહેલા પણ લીમખેડા કોર્ટે દુષ્કર્મ, પોસ્કો, તથા રેપ વીથ મર્ડર જેવા ગંભીર ગુનાઓમાં આરોપીને સખત સજા ફટકારી સમાજમાં દાખલો બેસાડવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!