DGP ના પરિપત્રનું પીપલોદમાં ઉલાળ્યું:ટ્રાફીક નિયમો સામાન્ય જનતા માટે હોય તેવા દ્રશ્યો…
પીપલોદ પોલીસ મથકના પોલીસ કર્મીઓની ખાનગી ગાડીઓમાં બ્લેક ફિલ્મ જોવા મળતા આશ્ચર્ય…
દાહોદ તા.03
અમદાવાદ ઈસ્કોન અકસ્માત બાદ પોલીસ હરકતમાં આવી હતી અને મોટર સાયકલ ચાલક હોય , કાર ચાલક હોય કે પછી મોટા વાહન ચાલકો હોય દરેક સામે ટ્રાફિક નિયમો ને લઈને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.માત્ર અમદાવાદ જ નહીં ગુજરાત ભરમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથધરવામાં આવી રહી છે અને સામાન્ય વાહન ચાલકો આ કાયદાકીય કાર્યવાહી ને લઈ ને દંડ પણ ભરી રહ્યા છે. પરંતુ આ કાર્યવાહી માત્ર સામાન્ય લોકો માટેજ હોય તેવુ લાગી રહ્યું છે.ત્યારે દાહોદ પોલીસ દ્વારા પણ ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ પીપલોદ પોલીસ દ્વારા પણ ટ્રાફિક ની કડક કાર્યવાહી કરાઈ રહી છે ત્યારે બીજી તરફ પીપલોદ પોલીસ સ્ટેશનમાં જ અમુક પોલીસ કર્મીની ગાડીઓ ના કાળા કાચ જોવા મળતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
પીપલોદ પોલીસ સ્ટેશન દ્વારા દિવસ દરમ્યાન ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત કેટલાય વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ પીપલોદ પોલીસ સ્ટેશનમાં જ કાળા કાચવાળી ટ્રાફીક નિયમનું પાલન કરવનાર કર્મચારીની ખાનગી ગાડીના જ બ્લેક ફિલ્મ કાચ જોવાઈ રહ્યા છે…. જ્યારે ખાનગી વાહન ચાલોકોને દેવી દેવતાઓના નામ અથવા રેડિયમ લગાડેલું હોય તો મસ મોટો દંડ વશુલાય છે. તો બાબુઓ ને કેમ નહિ… ? જેથી દંડાયેલા વાહન ચાલકોમાં ભારે પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે. સાથે જે અન્ય કેટલાય પોલીસ કર્મીઓ કાળા કાચવાળી ગાડીઓ રાખતા હોવાથી દંડાયેલા વાહન ચાલોકોમાં પ્રશ્નાર્થ ઉભો થઇ રહ્યો છે. સામાન્ય જનતા પાસે દંડ વસુલતી પોલીસ પોતે કાયદાનું પાલન ક્યારે કરશે તેની પર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.
પીપલોદમાં માથાનો દુખાવો બની ટ્રાફિકની સમસ્યા
પીપલોદ માંથી દેવગઢ બારીયા તરફ જતા ત્રણરસ્તા વિસ્તારમાં અવાર નવાર ટ્રાફિક ની સમસ્યા જોવા મળતી હોય છે. ખાસ કરી ને સવારે શાળા માં જતા બાળકો અને શાળાએથી છુંટતા બાળકો ને આ ટ્રાફિક ની સમસ્યાનો સામનો કરવો પડે છે. કેટલાય વાલીઓ બાળકો ને શાળા એ મુકવા અને લેવા જવાના સમયે નાના મોટા અકસ્માતનો ભોગ બનતા હોય છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જેના માથે જવાબદારી છે તેવા પોલીસ કર્મી ચેમ્બર માંથી બહાર ક્યારે નીકળશે….????
પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યારે પણ ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવે છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોના વાહન ચાલકો પાશેથી દંડ વસૂલવામાં આવે છે. જ્યારે કોઈ મોટા માથા વાળા, મોટા (પૈશા વાળા) તેમજ ઓળખાણ વાળા માણસો હોય એવા લોકોને ટ્રાફિકનો કોઈ નિયમ લાગુ પડતો નથી એવું પણ જોવા મળી રહ્યું છે જેથી દંડાયેલા વાહન ચાલકોમાં ભારે પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે.