Sunday, 08/09/2024
Dark Mode

ગુનાખોરી એક ઝેરીલી નાગણ,જે દૂધ પાવાથી કે પોષવાથી પોતાને નહીં તો પાડોશીને ડંખી  ફતેપુરામાં ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપીની તપાસમાં ગયેલી પોલીસ પર હુમલો, સાત લોકો સામે નામજોગ ગુનો નોંધાયો..

September 1, 2023
        3864
ગુનાખોરી એક ઝેરીલી નાગણ,જે દૂધ પાવાથી કે પોષવાથી પોતાને નહીં તો પાડોશીને ડંખી   ફતેપુરામાં ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપીની  તપાસમાં ગયેલી પોલીસ પર હુમલો, સાત લોકો સામે નામજોગ ગુનો નોંધાયો..

બાબુ સોલંકી :-  સુખસર 

ગુનાખોરી એક ઝેરીલી નાગણ,જે દૂધ પાવાથી કે પોષવાથી પોતાને નહીં તો પાડોશીને ડંખી

ફતેપુરામાં ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપીની તપાસમાં ગયેલી ગયેલી પોલીસ પર હુમલો, સાત લોકો સામે નામજોગ ગુનો નોંધાયો..

ફતેપુરા તાલુકાના કાળીયાના ઘાટાવાડામાં પોલીસ તપાસ કાર્યવાહીમાં રૂકાવટ કરતા સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો

આરોપીએ એકાદ મહિના પહેલા મહિલા પીએસઆઇ પર તલવાર વડે હુમલાનો પ્રયાસ: પોલીસની નબળાઈથી આરોપીને વેગ મળ્યો…

સુખસર,તા.૧

 ફતેપુરા તાલુકામાં કેટલાક અસામાજિક તત્વો સુખસર પંથકને બીજુ બિહાર બનાવવા માથું ઊંચકી રહ્યા હોવાનું બનતા બનાવો ઉપરથી જાણવા મળે છે.જેમાં ગતરોજ સુખસર પોલીસ કાળિયા ના ઘાટાવાડા ગામે આરોપીઓની તપાસમાં ગઈ હતી.તેવા સમયે આરોપીઓએ પોલીસનો પ્રતિકાર કરતા વધુ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.જેમાં મુખ્ય આરોપી પોલીસને ચકમો આપી ભાગી છુટ્યો હતો.પોલીસ તપાસમાં રુકાવટ કરતા સાત આરોપીઓની વિરુદ્ધમાં સુખસર પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

      પ્રાપ્ત વિગતો મુજબ ગત બે દિવસ અગાઉ કાળીયાના ઘાટાવાડા ગામના લાલાભાઇ પુનાભાઈ મછાર તથા અન્ય આરોપીઓ સામે નોંધાયેલ એફ.આઇ.આર ની તપાસ માટે ગુરૂવારના રોજ સુખસર પી.એસ.આઇ.જી.બી ભરવાડ તથા સ્ટાફ ઘાટાવાડા ગામે બપોરના એક થી અઢી વાગ્યાના અરસામાં તપાસ અર્થે ગયા હતા.તે દરમિયાન લાલાભાઇ પુનાભાઈ ના ઘરની આગળ પાકા ડામર રોડ ઉપર પથ્થરો મુકેલા હતા.અને બંને બાજુથી આવતા જતા વાહનો અવર-જવર થઈ શકે તેમ ન હોય જેથી પોલીસના માણસોએ રોડ ઉપર મુકેલ પથ્થરો હટાવી આગળ વધવા માટે જતા તેવામાં લાલાભાઇ મછાર, મંજુલાબેન લાલાભાઇ મછાર, મનીષભાઈ લાલાભાઇ મછાર, અમિત લાલાભાઇ મછાર તથા અજયભાઈ દલસિંગભાઈ મછાર,સવજીભાઈ ગવાભાઈ મછાર.સેજલબેન શૈલેષભાઈ મકવાણા નાઓએ એક સંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી ઉશ્કેરાઈ જઈ કહેતા હતા કે,રોડ ઉપર અમારા મુકેલ પથ્થરો તમો પોલીસ કેમ હટાવો છો?તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી એક સંપ થઈ પોલીસ સાથે બોલાચાલી કરી ફરજમાં રૂકાવટ કરવાનું ચાલુ કરેલી હતી.

          જેમાં સુખસર પી.એસ.આઇ ને હાથે ઇજા પહોંચવા પામી હોવાનું પણ જાણવા મળે છે.અને પોલીસને આગળ વધવા નહીં દેવાના ઇરાદે અવરોધ ઊભો કરી આ તમામ આરોપીઓ પોલીસ સામે ઘસી આવ્યા હતા.અને જણાવતા હતા કે,અમારા કોઈ માણસને અડશો તો તમોને જીવતા છોડીશું નહીં.તેમ કહી આવેશમાં આવી લાલા પુના મછાર તથા અમિત લાલા મછાર,મનીષ લાલા મછાર તથા અજય દલસિંગ મછાર નાઓ હાજર હતા તેઓને એકબીજાની મદદગારી કરી જાહેર રસ્તો રોકી,રાજ્ય સેવક તરીકેની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી અવરોધ કરતા સાત આરોપીઓની વિરુદ્ધમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

        ઉપરોક્ત બાબતે સુખસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રમણભાઈએ ફરિયાદ આપતાં લાલા પુનાભાઈ મછાર, મંજુલાબેન લાલા મછાર,મનીષ લાલા મછાર,અમિત લાલા મછાર,અજય દલસિંગ મછાર,સવજી ગવા મછાર તમામ રહે.કાળીયા, ઘાટાવાડા,સેજલ બેન શૈલેષ મકવાણા રહે.રાવળના વરુણા તા.ફતેપુરા જી.દાહોદ નાઓ ની વિરુદ્ધમાં આઈ.પી.સી કલમ-૧૪૩,૩૪૧,૧૮૬,૫૦૪,૫૦૬(૨) મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.   

 અસંખ્ય ગુના આચરનાર કુખ્યાત આરોપી દ્વારા તત્કાલીન પીએસઆઇ પર હુમલાનો પ્રયાસ: પોલીસે નબળાઈ દાખવતા ગુનેગારને વેગ મળ્યું..

 ઉપરોક્ત કામના મુખ્ય આરોપી લાલા પુના મછાર વિરુદ્ધ છેલ્લા છ માસમાં સુખસર પોલીસ સ્ટેશનમાં મારા મારી,રસ્તો રોકવા બાબતે અનેક અરજીઓ થયેલ છે.અને અગાઉ એફ.આઇ.આર દાખલ થતાં સુખસર પી.એસ.આઇ તપાસ અર્થે ગયા હતા. તેવા સમયે લાલા પુના મછાર પી.એસ.આઇ સામે તલવારથી હુમલો કરવાની કોશિશનો બનાવ પણ બન્યો હતો.પરંતુ જે-તે વખતે તેની સામે પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી.જ્યારે હાલમાં બે દિવસ અગાઉ બે એફ.આઇ.આર દાખલ થયેલ છે.જેની તપાસમાં સુખસર પી.એસ.આઇ સ્ટાફ સાથે જતા પોલીસનો પણ પ્રતિકાર કર્યો હતો.જોકે ગુન્હા ખોરી એક ઝેરીલી નાગણ છે.તેને દૂધ પાવાથી કે પોષવાથી પોતાને નહીં તો પાડોશીને ડંખી શકે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!