રાજેશ વસાવે દાહોદ
આજ તારીખ 27/08/2023 રવિવારના રોજ બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે માસિક મીટિંગ યોજાઇ
દાહોદ તા. ૨૭
આજ તારીખ 27/08/2023 રવિવારના રોજ બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે માસિક મીટિંગ યોજાઇ હતી. જેમાં ભવનના કન્વીનર શ્રી રમેશચંદ્ર એસ.પારગી(GAS) (નિવૃત્ત અધિક કલેક્ટર)સાહેબે અધ્યક્ષ સ્થાન શોભાવ્યું હતુ. ભવનના મંત્રી શ્રી સી.આર. સંગાડા(GAS) સાહેબ (નિવૃત્ત અધિક કલેક્ટર) સહિત બિરસા મેનેજમેન્ટ ટીમના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એજન્ડા મુજબની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. કોઈપણ સફળ વ્યક્તિત્વની વાત સમાજના યુવાનો માટે, સફળ બનવાનો સંકલ્પ કરવા માટે પ્રેરણારૂપ બનતી હોય છે. જે આશયથી આજની સભાના અધ્યક્ષ *શ્રી રમેશચંદ્ર એસ.પારગી સાહેબ* નો ટૂંકમાં પરિચય આપ સૌ યુવાઓ સમક્ષ રજૂ કરું છુ. તેઓનો જન્મ દાહોદ જિલ્લાના,
ફતેપુરા તાલુકાના પીપલારા ગામે તારીખ 01/06/1962 ના રોજ થયો હતો. તેઓએ B.Com. L.L.B. નો અભ્યાસ કર્યો હતો. તેઓએ ધોરણ 1 થી 4 પીપલારા ગામમાં, ધોરણ 5 થી 10 ફતેપુરામાં, ધોરણ 11, 12 કોમર્સ દાહોદમાં, B.Com. નવજીવન કોલેજ દાહોદથી અને LLB ગોધરાથી કર્યુ હતુ. તેઓની કારકિર્દીની શરૂઆત ST નિગમમાં એપ્રેનટિસ બુકિંગ કલાર્કથી થઇ હતી. ઉચ્ચ પ્રગતિ કરવાનુ તેઓનું સ્વપ્ન અને ખેવના તેઓને પહેલેથી જ હતી. તેઓનો અભ્યાસુ જીવ સતત મહેનત અને વાંચન કર્યા કરતો હતો. થોડા સમય માટે તેઓએ LIC આસિસ્ટન્ટ અને બેંકમાં ક્લાર્ક તરીકે પણ નોકરી કરી હતી. ત્યારબાદ તેઓ સીધી ભરતીમાં નાયબ મામલતદાર થયા હતા. ત્યારબાદ તેઓ સીધી ભરતીમાં મામલતદાર થયા હતા. પ્રમોશનથી નાયબ કલેક્ટર થયા હતા. ત્યારબાદ પ્રમોશનથી અધિક કલેક્ટર થયા હતા. વર્ષ 2020 માં તેઓ નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ પછી પણ તેઓની સમાજલક્ષી પ્રવૃત્તિઓ ચાલુ રહી છે. હાલ તેઓ બિરસા મુંડા ભવન દાહોદના કન્વીનર પદે સેવા આપી રહ્યા છે. સમાજમાં સામાજિક પ્રસંગોમાં થતા ખોટા ખર્ચા ઘટાડવા બનેલી સમિતિના તેઓ અધ્યક્ષ રહ્યા છે. તેઓએ તેઓની દીકરી ડૉ. પ્રેક્ષાનું લગ્ન પણ ભવન દ્વારા બનાવેલ લગ્ન બંધારણ મુજબ સાદાઈથી કરાવ્યુ છે. સામાજિક કુરિવાજો અને દેખા દેખીમાં થતા ખોટા ખર્ચાઓથી સમાજ દેવા નીચે ડૂબી જાય છે. તેથી વ્યવસાય, શિક્ષણ અને સ્વાસ્થ્ય તથા પોતાના હક અધિકારો અંગે જાગૃત બનતો નથી. તેઓનું સ્વપ્ન અને ઘ્યેય છે કે સમાજ કુરિવાજો અને ખોટા ખર્ચાઓથી મુક્ત થાય અને એ બચેલા પૈસાનો ઉપયોગ શિક્ષણ અને વ્યવસાય માટે કરવામાં આવે તો સમાજ ચોક્કસ પ્રગતિ કરી શકે. સમાજ માટે આવી ઉમદા ભાવના રાખનાર વ્યક્તિત્વ એવા આદરણીય શ્રી રમેશચંદ્ર એસ.પારગી સરને ખૂબ ખૂબ અંતઃકરણ પૂર્વક વંદન.