
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં અકસ્માતોના બનાવોને અટકાવવા પોલીસ તંત્ર સક્રિય, ટ્રાફિક અવરનેસ કેમ્પ અંતર્ગત ગાડીઓની પાછળ રેડિયમ રિફ્લેકટર ડ્રાઇવ યોજાઈ…
ગરબાડા તા.26
ગરબાડા દાહોદ નેશનલ હાઇવે પર અવારનવાર અકસ્માતો સર્જાવાને ઘટનાઓ બનતી હોય છે તેમજ માર્ગોના અકસ્માતમાં નિર્દોષ વાહન ચાલકો પોતાના જીવ ગુમાવતા તંત્ર માટે ચિંતાનો વિષય પણ રહેવા પામ્યો છે ત્યારે માર્ગ અકસ્માતોના બનાવો અને અંકુશમાં લાવવા તેમજ વાહન ચાલકોમાં અવરનેસ આવે તે માટે ગરબાડા પોલીસ મથકના પીએસઆઇ જે એલ પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ ગરબાડા પોલીસ દ્વારા તળાવ ચોકડી ખાતે ત્યાંથી પસાર થતાં વાહન ચાલકોને ટ્રાફિક ના નિયમોને સમજણ આપવામાં આવી હતી તેની સાથે સાથે અવરનેશ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ગાડીઓની પાછળ રેડિયમ રિફ્લેકટર પણ લગાવવામાં આવ્યા હતા.