
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વિજિલન્સની ૧૨ ટીમોના દરોડામાં 6.43 લાખની વીજચોરી ઝડપાઈ..
ગરબાડા તાલુકામાં વિવિધ વિસ્તારોમાં મધ્ય ગુજરાત વીજ કંપની વીજ ચોરી પકડવાનાં ઝુંબેશના ભાગરૂપે તપાસ કરતા ગરબાડા તાલુકા જુદા જુદા વિસ્તારોમાં ૫૮ લોકો પકડાયા હતા આ લોકોને ૬,૭૩૦૦૦ નો દંડ કરવામાં આવ્યો હતો.
ગરબાડા તા. ૨૦
પ્રાપ્ત માહિતી અનુસાર વિજિલન્સ ની ૧૨ ટીમોએ ગરબાડા તાલુકાના જુદાજુદા વિસ્તારો પાંચવાડા ખારવા દેવધા બોરીયાલા બોરીયાલી નીમચ ગુલબાર તેમજ એમ.જી.વી.સી.એલ ની અંદર આવતા ધાનપુરનાં પણ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી હતું ડેપ્યુટી એન્જિનિયર એસ.એલ પરમાર ના જણાવ્યા અનુસાર તાલુકાના વિવિધ વિસ્તારોમાં ૨૩૯ જગ્યાએ વિજિલન્સ ની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ૫૮ જગ્યા ઉપર વીજ ચોરી પકડાઈ હતી તેમજ ૬,૭૩૦૦૦ નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છેકે ૫૮ જગ્યા ઉપર ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યાં ૧૬ જગ્યા ઉપર તો મોટર ડાયરેક્ટ કનેક્શન મળ્યા હતા હાલ ગરબાડા તાલુકામાં વિજિલન્સની ટીમે દરોડા પાડતા વીજ ચોરી કરતાં ઇસમો માં ક્યાંક ને ક્યાંક ખોપ જોવા મળી રહ્યો છે.