નવીન સિકલીગર પીપલોડ
દેવગઢ બારીયાના ગુણા ગામની પરણિતાને સાસરિયાંઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપતા મહિલાની પોલીસમાં રાવ…
દાહોદ તા.17
દેવગઢ બારીયાના ગુણા ગામની મહિલાના 17 વર્ષ પહેલા પંચમહાલના એક ગામડામાં લગ્ન થયા બાદ સાસરીયાઓ દ્વારા દહેજ બાબતે શારીરિક અને માનસિક ત્રાસ આપતા દાહોદ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી મહિલાએ ન્યાયની માંગણી કરી હોવાનું જાણવા મળેલ છે
મળતી માહિતી મુજબ દેવગઢ બારીયાના ગુણા ગામે રહેતા અમરસિંહ ખાતુભાઈ વણઝારા ની દીકરી માધુરીબેન ના લગ્ન 2006 ના વર્ષમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પસનાલ ગમે રહેતા પિયુષ જગરામ વણઝારા સાથે સમાજના રિતી રિવાજ મુજબ થયા હતા. શરૂઆતના ત્રણ વર્ષ સુધી મહિલાને સાસરીયાઓ દ્વારા સારી રીતે રાખી હતી ત્યારબાદ મહિલાના જેઠ મુકેશ જગરામ, જેઠાણી પીન્ટુ મુકેશ, સસરા જગરામ સરવણ, સાસુ સંગીતા જગરામ મળી મહિલાના પતિને ચઢામણી કરી તું તારા પિયર માંથી સોના ચાંદીના ઘરેણા લાવી નથી તો તારા પિયર માંથી સોના ચાંદીના ઘરેણા લઈ આવો તેમ કહી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. મહિલા જે પોતાનું ઘર સંસાર સારી રીતે ચાલે તેમ વિચારી પોતાના પર ગુજરતા ત્રાસને સહન કરી આટલા વર્ષો કાઢ્યા બાદ તેણીને સહન ન થતાં તે પોતાના પિતાના ઘરે ગુણ આવી પહોંચી હતી. ત્યારબાદ દેવગઢબારિયા મહિલા પોલીસમાં પોતાની આપવીતી જણાવી ફરિયાદ નોંધાવી ન્યાયની માંગણી કરતા મહિલા પોલીસે મહિલાના સસરા, સાસુ, જેઠ, જેઠાણી અને પતિ વિરોધ ગુનો દાખલ કરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.