
રાહુલ ગારી ગરબાડા
વિશ્વ આદિવાસી દિવસ તેમજ કાવડયાત્રા ઉજવણીને અનુલક્ષીને ગરબાડા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
ગરબાડા તા. ૬
આજે તારીખ ૬ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ ગરબાડા પોલીસ મથકે ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તેમ આવતી કાલે તારીખ ૭ ઓગસ્ટના દિવસે યોજનાર કાવડ્યાત્ર ઉજવણીને અનુલક્ષીને આદિવાસી સમાજના આગેવાનો તેમજ ગામલોકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
જેમાં ગરબાડા પોલીસ મથક વિસ્તારના વિવિધ ગામોના આદિવાસી સમાજના આગેવાનો તેમજ ગરબાડા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ શાંતિ સમિતિની બેઠક ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે એલ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં ઉપસ્થિત ગરબાડા ગ્રામ પંચાયત નાં સરપંચ અશોક રાઠોડ આદિવાસી સમાજના આગેવાનો સાથે ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ એ વિવિધ મદ્દે ચર્ચાઓઅને વિચારણાઓ કરી હતી તેમજ વિશ્વ આદિવાસી દિવસતેમજ કાવડ યાત્રા ની ઉજવણી શાંતિપૂર્ણ રીતે અને સોહાર્દ ભરી રીતે ઉજવવા માટે ઉપસ્થિત આગેવાનોને અપીલ કરી હતી.