
રાહુલ ગારી ગરબાડા
આદિવાસી પરિવાર દ્વારા ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિતે સાંસ્કૃતિક રેલીની પરવાનગી માટે ગરબાડા મામલતદારને આવેદન પત્ર…
ગરબાડા તા. 5
આવેદન પત્રમાં જણાવાયું હતું કે બાહુલ્ય આદિવાસી વસ્તી ધરાવતા દાહોદ જિલ્લામાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UND) દ્વારા નવમી ઓગષ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઘોષિત કરવામાં આવે છે.
વિશેષમાં જણાવવાનું કે દાહોદ જિલ્લાના આદિવાસી પોતાના સમાજ અને સંસ્કૃતિના જતન માટે તેમજ વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓ અને કલા નૃત્યનો વારસો ધરાવે છે. તે કાયમ માટે જળવાઈ રહે તે માટે દાહોદ જિલ્લાના આદિવાસી ભાઈ-બહેનો, આદિવાસી સમાજ માટે એક તહેવારની જેમ ઉજવણી કરવા માટે વિવિધ પ્રકારના કાર્યક્રમ, જેમકે સાંસ્કૃતિ રેલી, આદિવાસી સામજિક રીતીનિતી પહેરવેશ સાથે ઝાંખીઓના પ્રદર્શન તેમજ વૃક્ષારોપણ, વ્યસન મુક્તિ,શૈક્ષણિક જાગૃતિ આવે તે માટે. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મુખ્ય મથકના મુખ્ય માર્ગો પર ફરીને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે.
ગરબાડા નગરમાં સાંસ્કૃતિક રેલી રૂટ નં-૧: સમય: સવારે ૮ કલાકે ગાંગરડી કંમારોટી થી નીકળી ગરબાડા તળાવ ચોકડી અને ત્યાંથી નીકળી બજારમાંથી પસાર થઇ ગરબાડા નાકા સમય બપોરના ૧૨:૦૦ કલાકે સમાપ્ત થશે.