více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

મણિપુર હિંસાના વિરોધમાં દાહોદમાં આદિવાસી મહિલાઓ મેદાનમાં ઊતરી: મૌન કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવ્યો…

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે દાહોદ 

મણિપુર હિંસાના વિરોધમાં દાહોદમાં આદિવાસી મહિલાઓ મેદાનમાં ઊતરી: મૌન કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવ્યો…

 મૌન કેન્ડલ માર્ચ દરમિયાન ધોધમાર વરસાદ શરૂ થવા છતાં આદિવાસી સમાજે કેન્ડલ માર્ચ પૂર્ણ કરી 

દાહોદ તા.01

મણીપુરમાં કુકી આદિવાસી સમાજની મહિલાઓને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવ્યા બાદ આ મહિલાઓ સાથે વિધર્મી લોકોએ સામૂહિક દુષ્કર્મ આચરતા સમગ્ર દેશને હચમચાવતી ઘટનામાં આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.જેના પગલે આદિવાસી સમાજ દ્વારા ઠેર-ઠેર રેલીઓ કાઢી આવેદનપત્ર પાઠવી દોષિતોને ફાંસીને માંગ તેમજ મણીપુરમાં શાંતિ સ્થાપવા માટે રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ ઉગ્ર બની છે.ત્યારે મણીપુર હિંસાના વિરોધમાં ન્યાયની માંગણી સાથે હવે આદિવાસી સમાજની મહિલાઓ પણ રસ્તા પર ઉતરી આવી છે.જેમાં મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં પણ મણીપુર હિંસાની ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જેમાં દાહોદ શહેરમાં વસતા આદિવાસી સમાજની મહિલાઓ, તેમજ યુવાનો વડીલો દ્વારા સ્ટેશન રોડ પર રાજા પુંજા ભીલ ચોકથી બિરસા મુંડા ચોક સુધી મણિપુરની હિંસામાં ભોગ બનેલી મહિલાઓને ન્યાય અપાવવા તેમજ દોષિતોને ફાંસી અપાવવાની માંગ સાથે ગત રોજ મૌન કેન્ડલ માર્ચ યોજી હતી. આ પેન્ડલ માર્ચમાં આદિવાસી સમાજની મહિલાઓ બાળકો તેમજ વૃદ્દો વરસતા વરસાદમાં આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં જોડાયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે મણીપુર ઘટનાના પગલે આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.પરંતુ પ્રકૃતિના પૂજક અને જીવો અને જીવાદો ની નીતિ સાથે ચાલનારા આદિવાસી સમાજ દ્વારા ગઈકાલે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં આદિવાસી સમાજની મહિલાઓ બાળકોમાં એક તરફ આ ઘટનાથી તેની સરકાર તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે રોષ ભૂભકી ઉઠ્યો છે પરંતુ તેઓએ ગઈકાલે રાજા પૂજા ભીલ ચોકથી બિરસા મુંડા સર્કલ સુધી કાઢવામાં આવેલી કેન્ડલ માર્ક બિલકુલ મૌન અને શાંતિપૂર્ણ માહોલમાં યોજવામાં આવી હતી.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard