
*ફતેપુરા મામલતદાર કચેરીએ તાલુકા કક્ષાનું સ્વાગત કાર્યક્રમ યોજાયો*
ફતેપુરા તા. 26
તારીખ 26 જુલાઈ 2023 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે મામલતદાર કચેરીના કોન્ફરન્સ હોલમાં ફતેપુરાના મામલતદાર આર પી ડીંડોર ના અધ્યક્ષ સ્થાને ફતેપુરા તાલુકાનો તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ગ્રામ સવાગતમાં 2 પ્રશ્નો અને તાલુકા સ્વાગતમાં 10 પ્રશ્નો એમ કુલ 12 પ્રશ્નો રજૂ કરાયા હતા.જેમાંથી તાલુકા સ્વાગતના 10 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નો તાલુકા પંચાયત હસ્તકના તેમજ 6 પ્રશ્નો મહેસુલ વિભાગ હસ્તકના અને 1 પ્રશ્ન સમાજ સુરક્ષા હસ્તકનો રજૂ કરાયો હતો અને ગ્રામ સ્વાગતમાં દબાણ સંબંધી 2 પ્રશ્નો રજૂ કરાયા હતા.આમ કુલ 12 પ્રશ્નો રજૂ કરાયા હતા અને આ બારે બાર પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.આ તાલુકા સ્વાગત કાર્યક્રમ ફતેપુરા મામલતદાર આર.પી ડિંડોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી કે.એ.વસાવા,ફતેપુરા પોલીસ મથકના PSI જી.કે.ભરવાડ અને ફતેપુરા એમજીવીસીએલના કાર્યપાલક ઇજનેર આર.આર.સિંઘ તેમજ ફતેપુરા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ની વિવિધ શાખા ના વિવિધ અધિકારીઓ અને ફતેપુરા તાલુકાની વિવિધ કચેરીઓના વિવિધ અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.